ભાવનગર ડિવિઝનમાં લાંબા અંતરની તમામ ટ્રેનોમાં જનરલ કોચ લગાવાશે
- યાત્રિયોની સુવિધાને ધ્યાનમાં રાખી રેલવે પ્રશાસનનો નિર્ણય
- ભાવનગર-બાન્દ્રા ડેઈલી ટ્રેનમાં લગાવવા સાથે તબક્કાવાર તમામ ટ્રેનમાં નિર્ણયનો થશે અમલ
ભાવનગર : યાત્રિયોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે હવે તમામ લાંબા અંતરની ટ્રેનોમાં બંને તરફ જનરલ કોચ લગાવવાનો નિર્ણય લીધો છે અને પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં પણ તેની શરૂઆત કરવામાં આવી છે.
ભાવનગર રેલવેના ડીસીએમ અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, રેલવે બોર્ડની સૂચના મુજબ ભાવનગર ટમનસથી ચાલતી ટ્રેન નંબર ૧૨૯૭૨ ભાવનગર-બાંદ્રા દૈનિક સુપરફાસ્ટમાં તા. ૧૬ એપ્રિલથી શરૂ કરવામાં આવી છે. તબક્કાવાર રીતે ભાવનગરની લાંબા અંતરની તમામ ટ્રેનોમાં બન્ને તરફ જનરલ કોચ લગાવવામાં આવશે.
જે ટ્રેનોમાં ચાર જનરલ કોચ છે, તેમાં બે કોચ આગળ અને બે પાછળના ભાગમાં અને જે ટ્રેનોમાં માત્ર બે જ જનરલ કોચ છે તેમાં એક કોચ આગળ અને એક કોચ પાછળના ભાગમાં લગાવાશે.