જિલ્લાની 3 ન.પા.ની સામાન્ય, 3 તા.પં.ની 5, મનપાની 1 બેઠકની પેટા ચૂંટણી યોજાશે
- લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીનો કાર્યક્રમ આખરે જાહેર
- સિહોર, તળાજા, ગારિયાધાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 27 મીએ જાહેરનામું પ્રસિદ્ધ થવા સાથે ફોર્મ ભરવાનો થશે પ્રારંભ : 1 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે : તા.16 ના રોજ મતદાન અને 18 મીએ મતગણતરી
ચૂંટણી પંચે આજે જાહેર કરેલા કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૨૭મી જાન્યુઆરીએ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થવા સાથે ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ થશે. ઉમેદવારી પત્રો તા. ૧લી ફેબુ્રઆરી સુધી નોંધાવી શકાશે. તા.૩ ફેબુ્રઆરીના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. જ્યારે ઉમેદવારી પરત ખેંચવા માટે છેલ્લી તા. ૪ ફેબુ્રઆરી રહેશે. ૧૬ ફેબુ્રઆરીએ મતદાન થશે અને જો પુનઃ મતદાનની જરૂર પડે તો તા. ૧૭ ફેબુ્રઆરીએ યોજાશે. તા. ૧૮ ફેબુ્રઆરીના રોજ મત ગણતરી થશે. તા. ૨૧ ફેબુ્રઆરીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.
આજે ચૂંટણી જાહેર થવા સાથે આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ હતી. જિલ્લામાં સિહોર, તળાજા અને ગારિયાધાર નગરપાલિકાની શાસક બોડીની પાંચ વર્ષની મુદ્દત વર્ષ-૨૦૨૨માં પૂર્ણ થઈ હતી. જેથી અંદાજે બે વર્ષના લાંબા અરસા બાદ ચૂંટણી યોજાઈ રહી છે. તો મહાપાલિકાના વોર્ડ નં.૩ની ૧ બેઠકની પેટા ચૂંટણી યોજાશે. જ્યારે જિલ્લામાં તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી ફેબુ્રઆરી-૨૦૨૧માં યોજાઈ હતી. આમ તો તાલુકા પંચાયતોની મુદ્દત વર્ષ-૨૦૨૬માં પૂર્ણ થાય છે પરંતુ ભાવનગર તાલુકા પંચાયતની ૧૧-લાખણકા બેઠક, તળાજા તાલુકા પંચાયતની ૧૬-નવા જૂના રાજપરા અને ૩૦-ઉંચડી તથા સિહોર તાલુકા પંચાયતની ૧૮-સોનગઢ અને ૨૧-વળાવડ બેઠક વિવિધ કારણોસર ખાલી પડી હતી. જેના કારણે આ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે.
સરકારી-રાજકીય કાર્યક્રમો પર આદર્શ આચાર સંહિતાની બ્રેક
રાજ્ય ચૂંટણી આયોગે આજે મંગળવારે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં ભાવનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાની સામાન્ય, ત્રણ તાલુકા પંચાયતની પાંચ અને મહાનગરપાલિકાની એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે. આ ચૂંટણી જાહેર થતાં ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે આદર્શન આચારસંહિતા આજથી જ તા.૨૧-૧થી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં લાગી કરી દેવામાં આવી છે. જેથી હવે ચૂંટણી પરિણામો ન આવે ત્યાં સુધી સરકારી-રાજકીય કાર્યક્રમો ઉપર આદર્શ આચાર સંહિતાની બ્રેક લાગેલી રહેશે અને આ સમયગાળા દરમિયાન કોઈ પક્ષોને ચૂંટણીમાં લાભ થાય તેવા કોઈ કાર્યક્રમો યોજી શકાશે નહીં.
મહાપાલિકાના વોર્ડ નં. 3 ની 1 બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે
શહેરના વડવા-બ વોર્ડ નં.૩ના ભાજપના કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ ગોહિલનું થોડા માસ પૂર્વે નિધન થતાં સામાન્ય બેઠક ખાલી પડી હતી. આ ખાલી પડેલી બેઠક પર આગામી ફેબુ્રઆરી માસમાં પેટા ચૂંટણી યોજાશે. જેમાં ભાજપ પક્ષ દ્વારા બેઠક ઉપર કબજો યથાવત રાખવા અને કોંગ્રેસ પક્ષ તરફે મહાપાલિકામાં વિપક્ષના એક સભ્ય સંખ્યા વધારવા એડીચોટીનું જોર લગાવવામાં આવશે.
પાલિકા-પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ
ચૂંટણી
જાહેર |
૨૧
જાન્યુઆરી |
જાહેરનામું
પ્રસિદ્ધ થશે |
૨૭
જાન્યુઆરી |
ઉમેદવારીની
છેલ્લી તારીખ |
૧
ફેબુ્રઆરી |
ઉમેદવારી
પત્રની ચકાસણી |
૩
ફેબુ્રઆરી |
ઉમેદવારી
પાછી લેવાની છેલ્લી તા. |
૪
ફેબુ્રઆરી |
મતદાન |
૧૬
ફેબુ્રઆરી |
પુનઃ
મતદાન (જરૂર પડે તો) |
૧૭
ફેબુ્રઆરી |
મત ગણતરી |
૧૮
ફેબુ્રઆરી |
ચૂંટણી
પ્રક્રિયા પૂર્ણ |
૨૧
ફેબુ્રઆરી |
કઈ નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી
નગરપાલિકા |
વોર્ડ |
ઉમેદવારની
સંખ્યા |
સિહોર |
૦૯ |
૩૬ |
તળાજા |
૦૭ |
૨૮ |
ગારિયાધાર |
૦૭ |
૨૮ |
કઈ તાલુકા પંચાયતની કઈ બેઠક ઉપર પેટા ચૂંટણી
તા.પં. |
મતદાર
મંડળનો ક્રમ અને નામ |
બેઠકનો
પ્રકાર |
તળાજા |
૩૦-ઉંચડી |
બિન
અનામત સામાન્ય |
તળાજા |
૧૯-નવા-જૂના
રાજપરા |
અનુ. આદિ
જાતિ |
ભાવનગર
(ગ્રામ્ય) |
૧૧-લાખણકા |
બિન
અનામત સામાન્ય |
સિહોર |
૨૧-વળાવડ |
અનુસૂચિત
જાતિ સ્ત્રી |
સિહોર |
૧૮-સોનગઢ |
સામાન્ય
સ્ત્રી |