Get The App

વડોદરા પાસેથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું, સુપરવાઇઝર અને માલિક સહિત 10ની ધરપકડ

Updated: Dec 13th, 2024


Google News
Google News
વડોદરા પાસેથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું, સુપરવાઇઝર અને માલિક સહિત 10ની ધરપકડ 1 - image


Gas refilling scam : વડોદરાના રણોલી વિસ્તારમાંથી પોલીસે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરી 10 જણાને ઝડપી પાડ્યા છે. રણોલી ખાતે ઇન્ડિયન ગેસ એજન્સીના ગોડાઉનની આડમાં શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના સુપરવાઇઝર અને અન્ય કેટલાક લોકો કોમર્શિયલ ગેસ સિલિન્ડર માંથી પાઇપ વડે ગેસ કાઢી ખાલી બોટલો ભરવામાં આવતા હોવાની વિગતોને પગલે એસ ઓ.જી.એ રેડ પાડી હતી. 

પોલીસે ઘટનાસ્થળેથી ગેસ સિલિન્ડરોના મોટા જથ્થા સાથે સુપરવાઇઝર મયુદ્દીન બેલીમ (આશિયાના, કાલોલ) સહિત દસને ઝડપી પાડ્યા હતા. જ્યારે, સૂત્રધાર હિરેન મહેતા (સિલ્વર સ્ક્વેર એપાર્ટમેન્ટ ઊર્મિ ચાર રસ્તા પાસે અલકાપુરી)ને વોન્ટેડ જાહેર કર્યો છે.

Tags :
Gas-refilling-scamRanoliIndian-GasVadodara

Google News
Google News