જામનગરમાં વહેલી સવારે રહેણાક મકાનમાં રાંધણ ગેસનો બાટલો લીક થતાં અફડા તફડી
Jamnagar Fire Incindent : જામનગરમાં ખંભાળિયા નાકા નજીક ભાનુશાળી વાડ શેરી નંબર-6 માં રહેતા ગૌતમભાઈ નાથાભાઈ નામના રહેવાસીના રહેણાંક મકાનના આજે વહેલી સવારે પોણા સાતેક વાગ્યાના અરસામાં રાંધણ ગેસનો બાટલો લીક થયો હતો, અને મકાનના રસોડાના ભાગમાં આગ લાગી હતી. જે આગની જ્વાળાઓ દેખાતાં આસપાસના લોકો એકત્ર થયા હતા, અને સૌ લોકોએ આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો.
આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાને જાણ કરવામાં આવી હતી, આથી ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સહી સલામત રીતે રાંધણ ગેસનો બાટલો બહાર કાઢી લઈ સંપૂર્ણપણે આગને બુજાવી દીધી હતી, જેથી આસપાસના રહેવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો.