21 વર્ષ જુના પ્રફુલ્લ સાડી ખંડણી કેસમાં ગેંગસ્ટર ફઝલુ રહેમાન સુરત કોર્ટમાં હાજર
ફરિયાદી પંકજ અગ્રવાલે બંને પક્ષકારો વચ્ચે સમાધાનની વાતચીત ચાલતી હોવાની રજુઆત કરીઃ વધુ સુનાવણી 13 નવેમ્બર સુધી મોકુફ
શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટીની સંડોવણીવાળો ચકચારી કેસ
સુરત
ફરિયાદી પંકજ અગ્રવાલે બંને પક્ષકારો વચ્ચે સમાધાનની વાતચીત ચાલતી હોવાની રજુઆત કરીઃ વધુ સુનાવણી 13 નવેમ્બર સુધી મોકુફ
ફરિયાદી પંકજ અગ્રવાલને શિલ્પા શેટ્ટી તથા સુનંદા શેટ્વી 3 કરોડનો લેણાંનો દાવો કરે તેવી દહેશત હોઈ બાંહેધરી આપવા માંગ કરી
21 વર્ષ જુના ચકચારી પ્રફુલ્લ સારીઝ ખંડણી કેસમાં આજે લાંબા સમયગાળા બાદ આરોપી ગેંગસ્ટર ફઝલુરહેમાનને સઘન પોલીસ બંદોબસ્ત સાથે સુરતની ટ્રાયલ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો.અલબત્ત ફરિયાદી પંકજ અગ્રવાલે આ કેસમાં બંને પક્ષકારો વચ્ચે સમાધાનની વાતચીત ચાલતી હોવાનું જણાવતા આ કેસની વધુ સુનાવણી આગામી તા.13 મી નવેમ્બર સુધી મુલત્વી રાખવામાં આવી છે.
આજથી 21 વર્ષ પહેલાં એટલે કે વર્ષ-2003માં સુરતના પ્રફુલ્લ સારીઝના ફરિયાદી સંચાલક પંકજભાઈ શિવલાલ અગ્રવાલ તથા ફિલ્મ સ્ટાર શિલ્પા શેટ્ટી પ્રફુલ્લ સારીઝના એડવટરાઈઝીંગ કરાર કરવામાં આવ્યો હતો.જે કરાર પુરો થઈ ગયો હોવા છતાં પ્રફુલ્લસારીઝના ફરિયાદી સંચાલક દ્વારા જાહેરાતો દર્શાવવાનું ચાલું રાખવામાં આવ્યું હતુ.જેથી કરારના ભંગ બદલ તથા એડવર્ટાઈઝ દર્શાવવાનું ચાલુ રાખતા ચુકવવા પાત્ર થતાં રૃૃ.બે કરોડ ચુકવવા માટે શિલ્પા શેટ્ટીના માતા સુનંદાબેન તથા પિતા સુરેન્દ્ર શેટ્ટી મારફતે ફરિયાદી પંકજ અગ્રવાલને કાનુની નોટીસ પાઠવી હતી.જ ચુકવવાનો ફરિયાદીએ ઈન્કાર કરતા આરોપી સુનંદાબેન તથા તેમના પતિ સુરેન્દ્ર શેટ્ટીએગેંગસ્ટર ફઝલુરહેમાન તથા અશરફ નામના શખ્શને ફરિયાદીની ખંડણી આપી હતી,.જેથી ફરિયાદી પંકજ અગ્રવાલે આરોપી સુનંદાબેન, સુરેન્દ્ર શેટ્ટી ,ગેગસ્ટર ફઝુલરરહંમાન અશરફ વગેરે વિરુધ્ધ ઈપીકો-385,386,387,34ના ગુનાની ફરિયાદ નોંધાવી હતી.
બહુચર્ચિત પ્રફુલ્લ સારીઝ ખંડણી કેસની પેન્ડીંગ કાર્યવાહીની ગઈ મુદતે ફરિયાદપક્ષે કિશોર બુધ્ધદેવે ફરિયાદી તથા આરોપી વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતની સીડી રજુ કરી કેસ કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતુ.આજે આ કેસ ચલાવવાની મુદત દરમિયાન આરોપી સુનંદા શેટ્ટી હાજર રહ્યા નહોતા.જ્યારેે આરોપી ફઝલુર રહેમાન લાંબા સમય ગાળા બાદ સુરતની સ્થાનિક અદાલતમાં સઘન પોલીસ બંદોબસ્ત સાથે હાજર રાખવામાં આવ્યો હતો.આરોપીઓના બચાવપક્ષે મનોજ પટેલ તથા અનિષ ખયાલી હાજર રહ્યા હતા.અલબત્ત આજની મુદત દરમિયાન ફરિયાદી પંકજ અગ્રવાલ તથા આરોપી સુનંદા શેટ્ટીના વકીલ મિનેશ ધનસુખભાઈ ઝવેરીએ બંને પક્ષકારો વચ્ચે કેસમાં સમાધાન માટે વાતચીત ચાલુ હોઈ મુદત આપવા માંગ કરી હતી.અલબત્ત ફરિયાદીએ પોતે કેસ કાર્યવાહી આગળ ચલાવવા માંગતા ન હોવાનું કોર્ટ સમક્ષ જણાવ્યું હતુ.જો કે આરાપી સુનંદા શેટ્ટી મોડેલીંગ કરારના ભંગ બદલ નાણાં ચુકવવા માટે દાવો કરે તેવી સંભાવના દર્શાવીને બાંહેધરી આપવા માંગ કરી છે.જો કે મોડેલીંગ કરારના ત્રણ વર્ષ બાદ લેણાંના દાવાને લીમીટેશનનો બાધ નડતો હોઈ 21 વર્ષ જુના કેસમાં બાંહેધરીના મુદ્દે બંને પક્ષકારો વચ્ચે કોકડું ગુંચવાયું હોવાનું સુત્રોએ જણાવ્યું છે.જેથી આ કેસની વધુ સુનાવણી આગામી તા.13મી નવેમ્બરના રોજ હાથ ધરવા કોર્ટ ેનિર્દેશ આપ્યો છે.