Get The App

સાધુ બની ગયેલા ગેંગસ્ટરની ધરપકડ, વાપી-સુરતમાં અપહરણ અને હત્યાના કેસોનો ગુનેગાર બંટી પાંડે ઝડપાયો

Updated: Mar 27th, 2025


Google News
Google News
સાધુ બની ગયેલા ગેંગસ્ટરની ધરપકડ, વાપી-સુરતમાં અપહરણ અને હત્યાના કેસોનો ગુનેગાર બંટી પાંડે ઝડપાયો 1 - image


Gangster Bunty Pandey Arrested : ગુજરાતના વાપીમાં ઉદ્યોગપતિના પુત્રના અપહરણ અને હત્યાના કેસમાં સંડોવાયેલા ગેંગસ્ટરની CIDએ ધરપકડ કરી લીધી છે. આરોપી છેલ્લા પાંચ વર્ષથી નાથ સંપ્રદાયમાં સાધુ બનીને રહેતો હતો. CID દ્વારા તિહાડ જેલમાંથી કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેને સુરત લાવવામાં આવ્યો છે.

ગેંગસ્ટર બંટી પાંડેની CIDએ કરી ધરપકડ 

હત્યા, ખંડણી અને અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ગેંગસ્ટર બંટી પાંડેની CIDએ ધરપકડ કરી લીધી છે, ત્યારે આરોપીને તિહાડ જેલમાંથી સુરત લવાયો છે. આરોપી બંટી પાંચ વર્ષ પહેલાં નાથ સંપ્રદાયમાં દીક્ષા લીધી હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2004માં વાપીના ઉદ્યોગપતિ મુતુર અહેમદ કાદીરખાનના પુત્ર અબુઝરનું અપહરણ કરીને પાંચ કરોડની માગ કરવામાં આવી હતી. જો કે, પરિવારે પૈસા ચૂકવ્યા હોવા છતાં અબુઝરને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો: અમદાવાદના બાવળાની કેમિકલ કંપનીમાં મોટી દુર્ઘટના, ટેન્કમાં ઉતરેલા બે કર્મચારીઓના ગૂંગળામણથી મોત

સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસ દરમિયાન સંજયસિંહ ઉર્ફે રાહુલની ધરપકડ કરાઈ હતી. જેની પૂછપરછ કરતા ગેંગસ્ટર બંટી પાંડેના સાગરિતોએ અબુઝરનું અપહરણ અને હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. વર્ષ 2011માં વિયેતનામમાં ઈન્ટરપોલ દ્વારા બંટી પાંડેની ઝડપીને પછી ભારત લવાયો હતો.

ગુજરાત સહિત, મુંબઈ, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યની જેલમાં બંટીને રાખવામાં આવ્યો હતો. જેમાં બંટી નાથ સંપ્રદાયના મહંત દંડીનાથ મહારાજના સંપર્કમાં આવ્યો અને પછી તેમાં જોડાઈને પ્રકાશાનંદ ગિરિ તરીકે ઓળખાવા લાગ્યો હતો. ત્યારબાદ જેલમાંથી નીકળીને તેને સાધુનો વેશ ધારણ કર્યો હતો. 

આ પણ વાંચો: ઉમરગામની ચકચારી ઘટના: અઢી વર્ષના પુત્રની હત્યા કર્યા બાદ પતિ-પત્નીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

મળતી માહિતી મુજબ, બંટી પાંડે 1993ના મુંબઈના બોમ્બ બ્લાસ્ટ પછી છોટા રાજન  ગેંગમાં જોડાયો હતો. છોટા રાજન માટે બંટી પાંડેએ ખંડણી ઉઘરાવવાનું કામ શરૂ કર્યું હતું. જો કે, થોડા સમય બાદ તેણે પોતાની અલગ ગેંગ ઊભી કરીને અપહરણ, ખંડણી અને હત્યા જેવા ગુનોને અંજામ આપતો હતો. જ્યારે સુરતના હીરાના વેપારી રાજેશ ભટ્ટનું અપહરણ અને હત્યાના કેસમાં આરોપીની ગેંગ દ્વારા કરાઈ હતી. સમગ્ર મામલે આરોપીની વધુ પૂછપરછ માટે રિમાન્ડ પર લેવામાં આવશે.


Tags :