Get The App

જામનગરમાં ઠંડીની શરૂઆતની સાથે જ વાહનચોર ટોળકી સક્રિય બની : બુલેટ અને એક બાઈકની ઉઠાંતરી

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
જામનગરમાં ઠંડીની શરૂઆતની સાથે જ વાહનચોર ટોળકી સક્રિય બની  : બુલેટ અને એક બાઈકની ઉઠાંતરી 1 - image

image: Freepik

Jamnagar Vehicle Theft : જામનગર શહેરમાં ઠંડીની શરૂઆત થતાની સાથે જ વાહન ચોર ટોળકી સક્રિય બની છે, અને શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી એક બુલેટ મોટરસાયકલ તેમજ એક બાઈકની ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

 જામનગરમાં વિજયનગર જકાતનાકા પાસે રહેતા રમેશભાઈ ગોવિંદભાઈ ગોજીયા નામના વેપારી યુવાને પોતાના ઘરની બહાર પાર્ક કરેલું પોતાનું બુલેટ મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

 આ ઉપરાંત જામનગરમાં પટેલ પાર્ક શેરી નંબર ત્રણમાં રહેતા કિશનભાઇ પરસોત્તમભાઈ પટોડીયા નામના યુવાને પોતાના ઘર પાસે પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ડુપ્લીકેટ ચાવી વડે ચાલુ કરી લઈ ગયાની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસમાં નોંધાવી છે. જે વાહન ચોર ટોળકીને પોલીસ શોધી રહી છે.


Google NewsGoogle News