Get The App

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેની ઇન્ફ્રાટેક કંપનીમાં ચોર ટોળકી ત્રાટકી : તિજોરી ઉપાડી જઈ કમ્પાઉન્ડ પાસે ફેંકી દીધી

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેની ઇન્ફ્રાટેક કંપનીમાં ચોર ટોળકી ત્રાટકી : તિજોરી ઉપાડી જઈ કમ્પાઉન્ડ પાસે ફેંકી દીધી 1 - image


Vadodara Theft Case : નવા બની રહેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર આવેલ પીએનસી ઈન્ફ્રાટેક કંપનીની એટીએમસી બિલ્ડીંગની કાચની બારી તોડીને ઓફિસમાં લઈ ગયેલ તિજોરીમાંથી રોકડા રૂ.1.01 લાખથી વધુની ચોરી કરી તિજોરી હાઇવે કમ્પાઉન્ડ વોલ પાસે નાખીને છોડ તોડી ફરાર થઈ ગઈ હતી. જોકે દિવાળીની રજા વખતે  બનેલા આ બનાવ સંદર્ભે કંપની અધિકારીઓ તરફથી કોઈ જવાબ નહીં મળતા ખૂલેલી ઓફિસ બાદ ફરિયાદ નોંધાવાઈ હતી.

ઉલ્લેખનીય છે કે શહેર નજીક સાવલી રોડ પર શુભેલાવ ગામની સીમમાં નવા બનતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પીએનસી ઇન્ફ્રાટેક કંપનીની એટીએમસી બિલ્ડીંગમાં કંપનીની ઓફિસ આવેલી છે. દિવાળીના તહેવારો દરમિયાન ઓફિસના અધિકારીઓ રજા પર હતા. ઓફિસ બંધ હતી ત્યારે ગઈ તારીખ 17 ઓક્ટોબરે રાત્રે બિલ્ડીંગની કાચની બારીઓ તોડીને કંપનીમાં પ્રવેશેલા તસ્કરો તિજોરી ઉઠાવી ગયા હતા. તિજોરીમાં મુકેલા રોકડા રૂપિયા 1,01,019ની ચોરી કરીને એક્સપ્રેસ હાઈવેની કમ્પાઉન્ડ પાસે તિજોરી નાખી દીધી હતી. આ અંગેની જાણ કંપનીના સિક્યુરિટી ગાર્ડને થઈ હતી. ચોરી અંગે સિક્યુરિટી કર્મચારીએ કંપનીના અધિકારીઓને કંપનીમાં થયેલી ચોરી અંગે જાણ કરી હતી, પરંતુ દિવાળીની મોજ માણવામાં વ્યસ્ત અધિકારીઓ દ્વારા સિક્યુરિટી કર્મીને કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. પરંતુ આ અંગેની જાણનો પ્રત્યુતર ગઈકાલે રાત્રે મળ્યો હતો. જેથી રાધામોહન સિંઘ ગીરીરાજ સિંઘ જાટ (49) (હાલ રહે.સુભેલાવ ઇન્ફ્રાટેક કેમ્પ, મૂળ રહે. કે.આર નગર, ઔરંગાબાદ, યુપી)એ બનાવ અંગે મંજુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસએ તપાસ હાથ ધરી છે.

ચોરી અંગે 25 દિવસ અગાઉ અધિકારીઓને જાણ કરાઈ હતી

દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ હાઈવેની સાવલી નજીક આવેલી ઇન્ફ્રાટેક કંપનીની એટીએમએસમાં દિવાળી નિમિત્તે અધિકારીઓ રજાના મૂડમાં હતા. ચોરી થવા અંગે ગઇ તા.17મીએ અધિકારીઓને જાણ કરાઈ હતી પરંતુ કોઈ પ્રત્યુતર મળ્યો ન હતો. અંતે તા.8મીએ મળેલી સૂચના મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


Google NewsGoogle News