પરિવાર ઘરમાં હોવા છતાં ચોર ટોળકી સોના-ચાંદીના દાગીના લઈને ફરાર

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
પરિવાર ઘરમાં હોવા છતાં ચોર ટોળકી સોના-ચાંદીના દાગીના લઈને ફરાર 1 - image


Vadodara Theft Case : વડોદરાના વાઘોડિયા રોડ કલા દર્શન પાસે નટરાજ નગર સોસાયટીમાં રહેતા રાજેન્દ્ર સંપત રાવ પેટકર અગાઉ ટોરેન્ટ કેબલ લિમિટેડ કંપનીમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા હતા અને વર્ષ 2013માં તેઓ નિવૃત્ત થયા હતા. ગત દશમી તારીખે તેઓ ઘરના પાછળના ભાગે આવેલી તાળું મારીને સુઈ ગયા હતા. રાત્રે 3:15 વાગ્યે તેઓ ઉઠ્યા ત્યારે જોયું તો ઘરના પાછળનો દરવાજો અને જાળી ખુલ્લા હતા. ચોરી થયાનો જણાઈ આવતા ઘરમાં જઈને તપાસ કરતા તિજોરીઓ પણ ખુલ્લી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે ચોર ધુળકી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા 10,000 મળી કુલ 92,000 ની માતા ચોરી ગઈ છે. પોલીસ ફરિયાદ નોંધતા વધું તપાસ હાથ ધરવામાં આવી છે.


Google NewsGoogle News