Get The App

જામનગરમાં અકસ્માતના બહાને પૈસા પડાવતી ગેંગ સક્રિય : 500 લોકોએ રક્ષણ આપવા એસ.પી.ને કરી રજૂઆત

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
જામનગરમાં અકસ્માતના બહાને પૈસા પડાવતી ગેંગ સક્રિય : 500 લોકોએ રક્ષણ આપવા એસ.પી.ને કરી રજૂઆત 1 - image


Jamnagar : જામનગર નજીક નવા નાગના ગામના સંખ્યાબંધ રહેવાસીઓ ઉપરાંત જામનગરના ગુલાબ નગર સહિતની આસપાસની સોસાયટી વિસ્તારના 500 જેટલા લોકોનું ટોળું આજે જિલ્લા પોલીસવડાની કચેરીએ રેલી સ્વરૂપે પહોંચ્યું હતું, અને હાઇવે રોડ પર વાહન અથડાવવાના બહાને નાણા પડાવતી ગેંગ સામે કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરી છે.

જામનગરમાં અકસ્માતના બહાને પૈસા પડાવતી ગેંગ સક્રિય : 500 લોકોએ રક્ષણ આપવા એસ.પી.ને કરી રજૂઆત 2 - image

 કારખાના સહિતના સ્થળોમાં મજૂરી કામ કરીને નવા નાગનાથ આસપાસના વિસ્તારના શ્રમિકો પોતાના વાહનમાં પરત ફરતા હોય છે ત્યારે આ ચોક્કસ ગેંગ તેઓ સાથે પોતાનું વહન અથડાવીને નુકસાનીના પૈસા પેટે મોટી રકમનું વળતર માંગે છે, અને સ્થળ ઉપર જે કંઈ રકમ હોય ખિસ્સા માંથી કઢાવી લે છે.

જામનગરમાં અકસ્માતના બહાને પૈસા પડાવતી ગેંગ સક્રિય : 500 લોકોએ રક્ષણ આપવા એસ.પી.ને કરી રજૂઆત 3 - image

 અન્યથા પાછળ પાછળ તેમના ઘર સુધી જઈને ધાક ધમકી આપી પૈસા પડાવે છે. માત્ર નવા નાગના ગામમાં તાજેતરમાં સાત બનાવ બન્યા છે. ઉપરાંત અન્ય સોસાયટી વિસ્તારમાં પણ અનેક બનાવો બન્યા છે, અને બે-ત્રણ હજારથી લઈને 35,000 સુધીની રકમ પડાવી લેવાના કિસ્સા બન્યા છે. જે ચોક્કસ ગેંગ સામે કાર્યવાહી કરવા બાબતે જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત કરાઈ છે.


Google NewsGoogle News