ગણેશોત્સવની અનોખી ઉજવણી : વડોદરાની સંસ્થાએ પાંજરાપોળની ગાયોને ધર્યો ડ્રાયફ્રૂટવાળા 5 હજાર લાડુનો ભોગ
Ganesh Utsav Special : વડોદરામાં હાલ ગણોશોત્સવની ઉજવણી થઈ રહી છે. દરમિયાન વડોદરાની એક સંસ્થાએ આ ઉજવણી અનોખી રીતે કરવાનું નક્કી કરીને ગણેશજીને પ્રિય લાડુનો ભોગ આજે ગાયોને ધરાવવામાં આવ્યો હતો. એ પણ સો-બસ્સો નહીં પણ ડ્રાયફ્રુટવાળા 3 હજાર લાડુ ધરાવ્યા છે.
જરૂરીયાતમંદ માટે સેવાની ધુણી ધખાવતી સંસ્થા શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ગણેશજીના અતિપ્રિયા એવા લાડુનો ભોગ 33 કરોડ દેવી દેવતાઓનો જેમનામાં વાસ છે તેવા ગૌ માતાને અર્પણ કર્યો છે. સાથે જ ગરમાગરમ રોટલીઓ પણ ગૌ માતાઓને જમાડવામાં આવી છે. સંસ્થાનું કહેવું છે કે ગણોશોત્સવ પર્વને ગૌ સેવા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અગાઉ અમે ગાયોને હજારો કિલો ફળો, રોટલી, લીલુ ઘાસ, કેરીનો રસ વગેરે અર્પણ કર્યાને રેકોર્ડ છે. અમે ફૂટપાથ પર જીવન વ્યતિત કરતા મજબુર નિસહાય વૃદ્ધોને સાડા ત્રણ વર્ષથી નિયમીત ભોજનસેવાઓ આપી રહ્યા છે. ત્યારે તેમની સાથે હવે સંસ્થા દ્વારા ગૌ સેવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે અત્યાર સુધી અમે હજારો કિલો ફળો, રોટલી, લીલુ ઘાસ, કેરીનો રસ વગેરે પાંજરાપોળમાં આશરો લેતી ગૌ માતાને અર્પણ કર્યું છે. હાલમાં ગણેશોત્સવ ચાલતો હોવાથી અમે ગણેશજીના અતિપ્રિય એવા લાડુનો ભોગ ગૌ માતાઓને અર્પણ કર્યો છે.
આજે 3 હજાર જેટલા ડ્રાયફ્રુટ લાડુ અને ગરમાગરમ 5 હજાર રોટલીનો ભોગ કરજણ પાંજરાપોળમાં આશરો લેતી ગૌ માતાઓને અર્પણ કરવામાં આવ્યો છે. ગૌ માતાને ગોળ અતિ પસંદ છે એટલે ગણતરીની મિનિટોમાં ગાયો લાડુ અને રોટલી આરોગી ગઈ હતી. ગાય પવિત્ર છે એટલે તેને યોગ્ય આહાર મળવો જોઈએ ગૌ માતા કચરો અને પ્લાસ્ટીક ના ખાય તે વાતનું ધ્યાન રાખવું આપણા સૌની જવાબદારી છે.