ગાંધીનગરનો આજે 60મો બર્થ ડે: ટૂંક સમયમાં મેટ્રો ટ્રેનની ભેટ મળશે, રિવરફ્રન્ટ પણ બનશે

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
Gandhinagar Will Get Metro Train


Gandhinagar Will Get Metro Train: ગાંધીનગરે આજે (બીજી ઓગસ્ટ) 59 વર્ષ પૂર્ણ કરી 60માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. ત્યારે ગાંધીનગર રાજ્યનું પાટનગર હોવાને કારણે અહીં વિશેષ સુવિધા હોય તે વાતમાં કોઈ બેમત નથી. તેમ છતા અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રોની કનેક્ટિવિટી નથી. છેલ્લા ઘણાં સમયથી અહીં યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે અને આગામી વર્ષમાં મેટ્રો ટ્રેનની ભેટ લોકોને મળશે. તો પીડીપીયુથી ગિફ્ટ સિટી વચ્ચે સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ પણ અમદાવાદની જેમ બનાવવામાં આવશે અને તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 

આ પણ વાંચો: કાંકરિયા લેકફ્રન્ટ: સુવિધાના નામે પ્રજાના કરોડો વપરાયા અને કમાણી શાસકોના મળતિયાઓ કરશે


ગાંધીનગરની જ્યારે સ્થાપના થઈ ત્યારે ઓછા પરિવારો અહીં વસવાટ કરતા હતા. જેના કારણે તે વખતે બીજા માળ સુધી પાણી પહોંચતું હતું. પરંતુ વસ્તી વધારાની સાથે હવે 24 કલાક પાણી મળી રહે તે માટેની યોજના ચાલી રહી છે. આ વર્ષ 24 કલાક પાણીની યોજના લગભગ પૂર્ણ થઇ જશે અને મીટરો લગાવીને લોકોને 24 કલાક પાણી પુરવઠો મળી રહે તેવી સુવિધા શરૂ થઈ જશે.

ગાંધીનગર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મળશે

ગાંધીનગર-અમદાવાદને ટ્વીન સીટી કહેવામાં આવે છે. ન્યૂ ગાંધીનગર અને અમદાવાદ તરફ વિકાસે ગતી પકડી છે, જેના કારણે ગાંધીનગર-અમદાવાદ લગભગ એક જ થઈ ગયું હોય તેમ લાગે છે. ત્યારે ગ્રીન સીટી ગાંધીનગરને મેટ્રો સીટી અમદાવાદને મેટ્રો રેલ પ્રોજેક્ટથી પણ આગામી દિવસોમાં જોડાવામાં આવશે. તેના માટે ટ્રાયલરન પણ પૂર્ણ થઈ ગયો છે તો સિવિલ સંકુલમાં આકાર પામી રહેલા સુપર સ્પેશ્યાલીટી સરકારી હોસ્પિટલનો આગામી વર્ષોમાં પ્રારંભ થશે. તેના કારણે ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના દર્દીઓને તેનો ફાયદો થશે. તો ગિફ્ટ સિટીથી પીડીપીયુ વચ્ચે સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ તૈયાર થઈ રહ્યો છે. અમદાવાદની જેમ આ પટ્ટામાં રિવરફ્રન્ટ બનાવીને આગામી વર્ષોમાં તેને અમદાવાદ સુધી જોડી દેવાનો પણ પ્લાન છે.

ગાંધીનગરનો આજે 60મો બર્થ ડે: ટૂંક સમયમાં મેટ્રો ટ્રેનની ભેટ મળશે, રિવરફ્રન્ટ પણ બનશે 2 - image


Google NewsGoogle News