ગાંધીનગરના ઐતિહાસિક કંથારપુરા મહાકાળી મંદિરમાં આભૂષણોની ચોરી, હેરિટેજ દરજ્જો ધરાવે છે આ તીર્થ સ્થળ
Gandhinagar Crime: ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુરા ગામે કબીરવડ નામનું ઐતિહાસિક વૃક્ષ છે, જેની નીચે ઐતિહાસિક મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. મંગળવારે (18 માર્ચ) વહેલી સવારે આ મંદિરમાંથી માતાજીની સોનાની આંખ તેમજ છત્ર સહિતના આભૂષણોની ચોરી કરી ભાગી ગયા હતા.
શું હતી ઘટના?
ગાંધીનગરના ઐતિહાસિક કબીરવડ નીચે મહાકાળી માતાનું મંદિર આવેલું છે. હજારો ભક્તોની અહીં ખાસ આસ્થા જોડાયેલી છે. ત્યારે મંગળવારે વહેલી સવારે અહીં તસ્કરો ત્રાટક્યા અને માતાજીની આંખો અને છત્ર સહિતના આભૂષણો ચોરીને ભાગી ગયા હતા. વહેલી સવારે જ્યારે આરતીના સમયે પૂજારી પહોંચ્યા ત્યારે માતાજીની આંખો અને છત્ર ન દેખતા પહેલાં આસપાસમાં તપાસ કરી પરંતુ, કંઈ ન મળતા અંતે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.
આ પણ વાંચોઃ ગુજરાતના મોટા બુટલેગરો-અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર, ગેરકાયદે બાંધકામો તોડી પડાશે
સીસીટીવીમાં કેદ થઈ ઘટના
ચોરીની સમગ્ર ઘટના મંદિરની પાસે રહેલાં સીસીટીમાં કેદ થઈ ગયા હતાં. જેમાં જોવા મળે છે કે, બે તસ્કરો ઈકો ગાડી લઈને આવ્યા અને બાદમાં મંદિરમાં ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી ચોરોને પકડવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
આ પણ વાંચોઃ વાપીના ચણોદના મકાનમાંથી 10 કિલો ગાંજાનો જથ્થો પકડાયો : મહિલા સહિત આઠ આરોપીની ધરપકડ
નોંધનીય છે કે, આ મંદિરને હેરિટેજમાં સ્થાન મળ્યું છે. તેમ છતાં તંત્ર દ્વારા અહીં સુરક્ષાના નક્કર પગલાં લેવામાં નથી આવતા. બે મહિના પહેલાં પણ અહીં ચોરીની ઘટના બની હતી.