Get The App

ગાંધીનગર તાલુકા પંચાયત,માણસા પાલિકાની ૧૬ ફેબુ.એ ચૂંટણી

Updated: Jan 21st, 2025


Google NewsGoogle News
ગાંધીનગર તાલુકા પંચાયત,માણસા પાલિકાની ૧૬ ફેબુ.એ ચૂંટણી 1 - image


જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે આદર્શ આચારસંહિતા લાગુ

૨૭મી જાન્યુઆરીએ વિધીવત જાહેરનામું પ્રસિધ્ધ,૧લી ફેબુ્ર.એ ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ,૧૮મીએ મતગણતરી

ગાંધીનગરગ્રામ્યવિસ્તારોમાં છેલ્લા ઘણા વખતથી જેની વાટ જોવાઇ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આખરે જાહેર થઇ ગઇ છે. આજે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીની જાહેરાત કરતા જ ગ્રામ્યકક્ષાએ રાજકીય માહોલ ગરમાઇ ગયો છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ખાસ ધમધમાટ આગામી દિવસોમાં જોવા મળશે. ગાંધીનગર તાલુકા પંચાયત અને માણસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે આ માટે તા.૨૭મી જાન્યુઆરીઓ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વિધીવત જાહેરનામું બહાર પાડશે જેની સાથે ઉમેદવારી પત્રો ભરાવાના શરૃ થશે.જે તા.૧લી ફેબુ્ર. સુધી ભરી શકાશે જ્યારે તા.૧૬મી ફેબુ્રઆરીએ મતદાનની પ્રક્રિયા અને તા.૧૮મીએ મતગણતરી હાથ ધરાશે.

ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને ગ્રામ્યવિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રાહજ જોવામાં આવી રહી હતી ત્યારે આજે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીની તારીખ ૧૬ ફેબુ્રઆરી તથા સંબંધિત તારીખ-કાર્યક્રમ તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના નામ જાહેર કરી દીધા છે.જે અંતર્ગત ગાંધીનગર તાલુકા પંચાયતની ૨૮ તથા માણસા નગરપાલિકાની સાત વોર્ડની ૨૮ સીટ માટે સામાન્ય ચૂંટણી યોજાશે.

ગાંધીનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની  સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી તા.૧૬મી ફેબુ્રઆરીના રોજ યોજાશે. આ અંગે રાજ્ય ચુંટણી આયોગ દ્વારા ચુંટણીનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. તેના ઉપર નજર કરીએ તો આગામી તા.૨૭ જાન્યુઆરીના રોજ જિલ્લા- તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચુંટણી સંદર્ભે જાહેરનામું બહાર પાડવામાં આવશે.જેની સાથે જ ઉમેદવારો પોતાના ઉમેદવારીપત્રો ભરી શકશે. ત્યારબાદ તા.૧લી ફેબુ્રઆરી સુધી ઉમેદવારો પોતાના ઉમેદવારીપત્રો ભરી શકશે. ઉમેદવારીપત્રોની ચકાસણી માટે તા.૩જી ફેબુ્રઆરીનો દિવસ રાખવામાં આવ્યો છે. જ્યારે ઉમેદવારી પાછી ખેંચી લેવાની છેલ્લી તારીખ ચોથી ફેબુ્રઆરી છે. ગાંધીનગર તાલુકા પંચાયત અને માણસા નગરપાલિકાની સામાન્ય ઉપરાંત જિલ્લામાં અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની પેટા ચૂંટણી માટે તા.૧૬ ફેબુ્રઆરીના રોજ સવારે ૭ થી સાંજના ૬ કલાક સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. કોઇ સંજોગોને આધીન કોઇ બુથ કે બેઠક ઉપર તા.૧૬ ના રોજ મતદાન ન થાય તો પુનઃ મતદાન માટે તારીખ ૧૭ ફેબુ્રઆરીનો દિવસ રીઝર્વ રાખવામાં આવ્યો છે. તો મતગણતરી તા.૧૮ ફેબુ્રઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

કલોલ પાલિકાના વોર્ડ ચારની બીજી સીટ સાથે

જિલ્લા પંચાયતની હાલિસા તથા આમજા-લવાડ તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ત્વારીખો પ્રમાણે આગામી તા.૧૬મી ફેબુ્ર. ચૂંટણી યોજનારા છે જે માટેનો કાર્યક્રમ પણ બહાર પાડી દેવામાં આવ્યો છે. જે અંતર્ગત ગાંધીનગર તાલુકા પંચાયત તથા માણસા નગરપાલિકાની ૨૮-૨૮ બેઠકો માટે સામાન્ય ચૂંટણી ઉપરાંત જિલ્લાની અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી પણ યોજવામાં આવનાર છે.કલોલ નગરપાલિકામાં વોર્ડ નં.ચારની બેજી બેઠક માટે પેટા ચૂંટણી યોજવામાં આવશે.જ્યારે દહેગામ તાલુકાના લવાડ તાલુકા પંચાયતની કે જે સામાન્ય સ્ત્રી માટેની આરક્ષીત છે તે તથા માણસા તાલુકાની આમજા તાલુકા પંચાયતની બેઠક કે જે સામાજિક શૈક્ષણિક પછાત સ્ત્રી માટે આરક્ષીત છે આ બે બેઠકો સંજોગોને કારણે ખાલી પડતા અહીં પણ પેટા ચૂંટણી યોજાશે.આ ઉપરાંત સામાન્ય રહેલી જિલ્લા પંચાયતની એકમાત્ર હાલિસા બેઠક માટે પણ પેટા ચૂંટણી થશે.


Google NewsGoogle News