Get The App

ગાંધીનગરમાં બે કાંઠે વહી સાબરમતી, ધરોઈમાંથી પાણી છોડ્યા વિના 11 કિ.મી.નું 'સરોવર' સર્જાયું

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
ગાંધીનગરમાં બે કાંઠે વહી સાબરમતી, ધરોઈમાંથી પાણી છોડ્યા વિના 11 કિ.મી.નું 'સરોવર' સર્જાયું 1 - image


Sant Sarovar Dam on High Alert: ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. ગાંધીનગરની નજીક આવેલા સંત સરોવરમાં પાણીની આવક થતાં તે 94 ટકા ઉપર ભરાઈ ગયો છે. સંત સરોવરમાં 8.7 મિલિયન ઘન મીટર પાણીનો જથ્થો ભરાયો છે. સંત સરોવરમાં ઉપરવાસમાંથી પાણી આવવાના કારણે ગાંધીનગરથી લેકાવાડા સુધી નદીમાં 11 કિ.મી. કૃત્રિમ સરોવર સર્જાયું છે. 

ગાંધીનગરથી પસાર થતી સાબરમતીમાં આ વખતે જુલાઈના અંતે નવા નીર આવ્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદી ગાંધીનગરમાં ઑગસ્ટની શરુઆતથી જ બે કાંઠે વહી રહી છે. ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતી નદીનું પાણી સંત સરોવરમાં જમા થઈ રહ્યું છે. છેલ્લાં ઘણાં દિવસોથી સંત સરોવરમાં પાણીનો જથ્થો હાઇ ઍલર્ટ એટલે કે, 90 ટકા સુધી પહોંચી ગયો છે. સંત સરોવરમાં આ સમયે પાણીની સપાટી 55.10 મીટર નોંધાઈ છે. હાલ, સંત સરોવરમાં ભરાયેલા પાણીનો જથ્થો 8.7 મિલિયન ઘન મીટર છે.

આ પણ વાંચોઃ આગાહી વચ્ચે મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ધમરોળ્યું, મહેસાણામાં હાઇવે પર પાણી ફરી વળ્યા

લાકરોડા બેરેજમાંથી પાણી સતત ગાંધીનગરમાં સંત સરોવરમાં આવી રહ્યું છે. છેલ્લાં ઘણાં દિવસોથી એક-બે દરવાજા ખોલીને આવતાં પાણીનો ધોળેશ્વર તરફ નિકાલ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, આ વખતે પણ ધરોઈ ડેમમાંથી પાણી છોડ્યા વિના જ ગાંધીનગરની સાબરમતી નદી બે કાંઠે વહે છે.


આ પણ વાંચોઃ વડોદરામાં પૂરને લીધે અઠવાડિયાથી બંધ સીટી બસોમાંથી માંડ 35 જેટલી શરૂ થઈ

બે દરવાજા ખોલી 2600 ક્યુસેક પાણીનો નિકાલ

ગાંધીનગરમાં સાબરમતી નદી ઉપર બનાવવામાં આવેલો સંત સરોવર સંપૂર્ણ ભરાઈ ગયો છે, ત્યારે લાકરોડા બેરેજમાંથી હજુ પણ વરસાદી વાતાવરણ વચ્ચે પાણીની સતત આવક થઈ રહી છે. એવામાં સંત સરોવરના બે દરવાજા ખોલીને 2600 ક્યુસેક પાણી નદીમાં જ છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ગાંધીનગરમાં ધોળેશ્વર તરફ પણ નદીમાં પાણીનો વહેણ ખૂબ જ ઝડપી જોવા મળી રહ્યો છે. અહીં લોકો ન્હાવા, માછલી પકડવા, ફોટા પડાવવા અને ફરવા આવી રહ્યાં છે, જે જોખમી તથા જીવલેણ પુરવાર થઈ શકે છે.


Google NewsGoogle News