Get The App

મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેન પરીખનું નવસારી ખાતે નિધન, તેમણે માનવ કલ્યાણમાં વિતાવ્યું જીવન

Updated: Apr 1st, 2025


Google News
Google News
મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેન પરીખનું નવસારી ખાતે નિધન, તેમણે માનવ કલ્યાણમાં વિતાવ્યું જીવન 1 - image


મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેન યોગેન્દ્રભાઈ પરીખનું આજે(1 એપ્રિલ, 2025) નવસારી ખાતે 93 વર્ષની વયે નિધન થયું છે. તેઓ મહાત્મા ગાંધીના પુત્ર હરિદાસ ગાંધીની પૌત્રી હતા. નીલમબેન નવસારી જિલ્લાની અલકા સોસાયટીમાં તેમના પુત્ર ડૉ. સમીર પરખીના ઘરે નિવાસ કરતા હતા. આવતીકાલે સવારે 8 વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે. તેમના અંતિમ સંસ્કાર વીરાવળ સ્મશાન ભૂમિ ખાતે કરાશે.

તેઓ સાચા ગાંધીવાદી હતી. તેમણે પોતાનું આખું જીવન વ્યારામાં વિતાવ્યું. સમગ્ર જીવન દરમિયાન તેમણે મહિલા કલ્યાણ અને માનવ કલ્યાણના કાર્યોમાં સક્રિય યોગદાન આપ્યું હતું.

Tags :