Get The App

ગાંધીધામઃ જૂની સુંદરપુરીના વાડામાંથી દારૂ ઝડપાયો

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
ગાંધીધામઃ જૂની સુંદરપુરીના વાડામાંથી દારૂ ઝડપાયો 1 - image


દારૂની 42 બોટલ અને દારૂનાં 191 ક્વાર્ટરિયા કબ્જે કરાયા, બુટલેગર નાસી ગયો 

ગાંધીધામ: ગાંધીધામનાં જૂની સુંદરપુરી વિસ્તારમાં આવેલા અંબે માતાજીનાં મંદિર પાસે વાડામાં પોલીસે બાતમી આધારે વિદેશી દારૂની કુલ ૪૨ બોટલો અને દારૂનાં ૧૯૧ ક્વાટરીયા ઝડપી પાડયા હતા. જ્યારે દારૂનો જથ્થો રાખનાર બુટલેગર પોલીસને હાથ આવ્યો ન હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામનાં જૂની સુંદરપુરી અંબે માતાજીનાં મંદિર સામે આવેલા વાડામાં આરોપી મેહુલ ભીખાભાઇ પરમાર વિદેશી શરાબનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. જે બાતમી આધારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વાડા પર દરોડો પાડયો હતો. જેમાં પોલીસે વાડા અંદર તપાસ કરતા વાડામાંથી ભારતીય બનાવટની વિદેશી શરાબની કુલ ૪૨ બોટલ અને શરાબનાં ૧૯૧ ક્વાટરીયા જેમની કુલ કિંમત રૂ. ૫૫,૯૬૨નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જ્યારે બુટલેગર મેહુલ પોલીસને હાથ આવ્યો ન હતો. જેથી પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 


Google NewsGoogle News