ગાંધીધામના વેપારી સાથે બે કરોડ રૂપિયાની ઠગાઇ, 4 વિરુદ્ધ ગુનો નોંધાયો
વરસામેડીની ખાનગી કંપનીએ ૪.૯૩ કરોડનું લાકડું ખરીદી તેની સામે બાકી નીકળતી રકમ ન ચૂકવી
ગાંધીધામનાં વોર્ડ - ૭બી ગુરુકુળમાં રહેતા ૫૨ વર્ષીય રાજેન્દ્રભાઈ ગિરધરભાઈ વિઠલાણીએ ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી ગાંધીધામનાં મીઠીરોહર ગામની સીમમાં આવેલી કમલેશ સેલ્સ કોર્પોરેશન નામની લાકડાની કંપની ચલાવે છે. જેમાં ફરિયાદીની કંપનીએ અંજારનાં વરસામેડી સીમમાં આવેલી નામધારી ટીમ્બર પ્રાઇવેટ લિમિટેડ અને વી વી વુડ એલ એલ પી નાં ડાયરેક્ટ આરોપી વઝીરસિંગ મનજીતસિંગ તેમજ તેમની પત્ની હરમીતકૌરને ૧ એપ્રિલ ૨૦૨૨ થી ૧ માર્ચ ૨૦૨૩ દરમિયાન ફરિયાદીની કંપની સાથે કરેલા હાઇસીઝ એલ એગ્રીમેન્ટ તેમજ લોકલ સેલ માટે ઈમ્પોર્ટન્ટ વુડ લાકડું જેની કિંમત રૂ. ૪,૯૩,૩૯,૩૯૩ણો મુદ્દામાલ ખરીદયો હતો.જેની સામે આરોપીએ ફરિયાદીને કુલ રૂ. ૨,૯૨,૪૭,૮૭૯ ચૂકવી આપ્યા હતા. જ્યારે બાકીનાં રૂ. ૨,૦૦,૯૧,૮૧૪ રૂપિયા આરોપીની કંપનીએ ફરિયાદીને ન ચૂકવી તેમના સાથે ઠગાઇ કરી હતી. જેથી ફરિયાદીએ નામધારી ટીમ્બર પ્રા. લી તેમજ વી. વી. વુડ એલ એલ પીનાં ડાયરેક્ટર વઝીરસિંગ મંજીતસિંગ તેમજ તેમની પત્ની હરમીતકૌરે (રહે. બન્ને દિલ્હી) તેમજ કંપનીનાં મેનેજર ઠાકર ભાઈ (રહે. ગાંધીધામ) અને કંપનીનાં દિલ્હી ઓફિસનાં મેનેજર સોનુભાઈ વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.