પ્રેક્ષક ગૃહનું POP તુટી જતાં ગાંધી સ્મૃતિ ભવન બંધ કરવાનો નિર્ણય
- 1980માં બનેલું ગાંધી સ્મૃતિ ભવન આજથી બંધ
સુરત, તા. 18 જુલાઇ 2019, ગુરૂવાર
સુરતમાં ૩૯ વર્ષ પહેલાં
બનેલું ગાંધી સ્મૃતિ ભવન આવતીકાલ શુક્રવારથી બંધ કરવાનો નિર્ણય મ્યુનિ. તંત્રએ કર્યો
છે. ગાંધી સ્મૃતિ ભવનમાં પ્રેક્ષક ગૃહની છત
પર બનાવવામા આવેલું પીઓપી તુટી પડયું હતું જેને રીપેર બા ફરી તુટી પડતાં મ્યુનિ. તંત્રએ
ગાંધી સ્મૃતિ ભવનને બંધ કરવાનો નિર્ણય લીધો છે. ગાંધી સ્મૃતિ ભવનને તોડીને નવું ભવન
બનાવવા માટેનો નિર્ણય કરવામા આવ્યો છે જેના કારણે ઓક્ટોબર માસથી બુકીંગ બંધ કરવાનુ
હતું. જોકે, પીઓપી તુટી પડતાં આવતીકાલથી જ ગાંધી સ્મૃતિ ભવનને બંધ
કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સુરતમાં ૧૯૮૦ના વર્ષમાં
શહેરની મધ્યમાં નાનપુરા વિસ્તારમાં ગાંધી સ્મૃતિ
ભવન બનાવવામાં આવ્યું હતું. ૧૯૮૦થી અત્યાર સુધીમાં પાલિકાનું આ ગાંધી સ્મૃતિ ભવનમાં
વર્ષે ૪૫૦થી વધુ કાર્યક્રમ થઈ રહ્યાં છે. થોડા સમય પહેલાં ગાંધી સ્મૃતિ ભવનનુ ંબાંધકામ
નબળું પડતાં રિનોવેશન પણ કરાયુ ંહતું. જોકે, ત્યાર બા પણ સ્લેબના પોપડા અને પીઓપી પડવાના બનાવ બનતાં
રહ્યા હોવાથી ગાંધી સ્મૃતિ ભવનને તોડીને નવું ભવન બનાવવા માટે નિર્ણય કરાયો હતો. ઓક્ટોબર
૨૦૧૯ સુધી ગાંધી સ્મૃતિ ભવનને ચાલુ રાખીને ત્યાર બા નવુ ંબનાવવા માટેનો નિર્ણય
કરાયો હતો.
પરંતુ ૧૨ જુલાઈના રોજ ગાંધી સ્મૃતિ ભવનમાં કોઈ શો ન હતો ત્યારે પ્રેક્ષક ગેલેરીના પીઓપીનો પોપડો તુટી પડયો હતો. સેન્ટ્રલ ઝોન દ્વારા આ રીપેરીંગ રાતોરાત કરી ેવામાં આવ્યુ ંહતું, જોકે, ગાંધી સ્મૃતિ ભવનની છતમાં પાણીનુ ગળતર હોવાથી ગઈકાલે ફરી પીઓપી તુટી પડયુ ંહતું. રીપેરીંગ બા પણ પીઓપી પડી જતાં પ્રેક્ષકોના માથે ખરતો લાગતાં મ્યુનિ. કમિશ્નર એમ. થેન્નારાશને આવતીકાલ શુક્રવારથી જ ગાંધી સ્મૃતિ ભવવનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આજે ગાંધી સ્મૃતિ ભવનમા ંછેલ્લા શો તરીકે મ્યુઝીકલ નાઈટ થશે ત્યાર બા આવતીકાલથી ગાંધી સ્મૃતિ ભવન બંધ કરવામા આવશે.
60 જેટલા નાટક- વિવિધ શો કેન્સલ
ગાંધી સ્મૃતિ ભવનના પ્રેક્ષક
ગેલેરીમાં પીઓપી પડતાં આવતીકાલ શુક્રવારથી ગાંધી સ્મૃતિ ભવન બંધ કરવાનો નિર્ણય કરવામા
આવ્યો છે. ગાંધી સ્મૃતિ ભવનમાં ઓક્ટોબર માસ સુધીનું બુકીંગ કરવાનુ હતું જેમાં અત્યાર
સુધીમાં ૬૦ જેટલા નાટક અને શો થવાના હતા તેને કેન્સલ કરી ેવામા ંઆવ્યા છે. મ્યુનિ.
કમિશ્નરે આઅંગે કહ્યું છે કે જેઓએ બુકીંગ કરાવ્યું છે તેઓના બુકીંગ કેન્સલ થતાં ૧૦૦
ટકા રિફન્ડ આપવામા આવશે. જો કોઈ વ્યક્તિ કે
સંસ્થા ગાંધી સ્મૃતિને બલે સરાર સ્મૃતિ કે સંજીવ કુમાર ઓડિટોરીયમમાં શો કરવા
માગતા હોય તેઓને તેમની તારીખે ભવન મળતું હોય
તો ડિફરન્સના પૈસા ભરીને મંજુરી આપવામા આવશે.