વડોદરામાં ફ્રુટના વેપારીનો વ્યાજખોરથી કંટાળી આપઘાતનો પ્રયાસ
Vadodara : વડોદરા ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ફૂટનો ધંધો કરતા વેપારીએ વ્યાજે લીધેલા રૂપિયા 47 લાખ સામે અત્યાર સુધીમાં બેથી અઢી કરોડ રૂપિયા વ્યાજખોરને દીધા હતા. તેમ છતાં વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરી વારંવાર ધમકી આપતો હોય કંટાળીને વેપારીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. નવાપુરા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં હોલસેલમાં ફ્રુટની દુકાન ધરાવતા નરેશભાઈ જે દુકાનના માલિક છે. તેઓને રૂપિયાની જરૂરિયાત ઊભી થતા સંતોષ ભાવસાર જે વ્યાજખોરીનો ધંધો કરે છે તેમની પાસેથી વર્ષ 2012 થી 2018 સુધીમાં 47 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેનું વ્યાજ પણ તેઓ દર મહિને ચૂકવતા હતા. ત્યારે અત્યાર સુધીમાં વેપારીએ વ્યાજખોરને બેથી અઢી કરોડ રૂપિયા ચૂકવી દીધા છે. તેમ છતાં વ્યાજખોર તેમણે દુકાન પર આવીને તથા ફોન પર વારંવાર રૂપિયા આપવા માટે પઠાણી ઉઘરાણી કરી રહ્યો હતો અને નામચીનો સાથે મારે સંબંધો છે તેમ કહીને વેપારીને ધમકાવતા હતા. 28 નવેમ્બરના રોજ વેપારી દુકાન પર હાજર હતા તે દરમિયાન વ્યાજખોર ત્યાં રસી ધસી આવ્યા હતા અને રૂપિયાની માંગણી કરી રહ્યા હતા. વેપારીએ જણાવ્યું હતું કે હાલમાં મારી રૂપિયા ચૂકવવા માટેની પરિસ્થિતિ નથી એવા આવશે કે તમને હું ચૂકવી દઈશ તે હું જણાવ્યું હતું. ત્યારે વ્યાજખોરે રૂપિયાના હોય તો દુકાનની ચાવી મને આપી દે તેમ જણાવ્યું હતું. ઉપરાંત વેપારીના પરિવારને પણ નુકસાન કરવાની ધમકી આપી હતી. વેપારીને તારે મરવું હોય તો મરી જા પણ મારા રૂપિયા ચૂકવી દે તેમ કહેતા વેપારીએ દુકાનમાં જ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.