આજથી જામનગર, પોરબંદર, વેરાવળ અને ઓખાથી ભાવનગર સુધી સ્પે. ટ્રેનો દોડાવાશે
મુસાફરોની સુવિધા માટે રેલવે દ્વારા નિર્ણય તમામ ટ્રેનોમાં અનરિઝર્વ્ડ એટલે કે જનરલ કોચ લાગશે
પોરબંદર, : મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ 14 જુલાઈથી 19 જુલાઈ, 2024 દરમિયાન જામનગર-ભાવનગર, ઓખા-ભાવનગર , પોરબંદર-ભાવનગર અને વેરાવળ- ભાવનગર વચ્ચે ૪ જોડી સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનું નક્કી કર્યું છે. તમામ ટ્રેનોમાં અનરિઝર્વ્ડ એટલે કે જનરલ કોચ લાગશે અને આ તમામ ટ્રેનોની માત્ર એક-એક જ ટ્રીપ ચલાવવામાં આવશે.
ટ્રેન નંબર 09412 જામનગર-ભાવનગર સ્પેશિયલ જામનગરથી તા. 14., 2.00 કલાકે ઉપડશે, રાજકોટ 4.00 કલાકે અને ભાવનગર ટમનસ 10.30 કલાકે પહોંચશે. રિટર્ન માં, ભાવનગર-જામનગર સ્પેશિયલ ભાવનગર ટમનસ થી તા. 14 ના રોજ 18 લાકે ઉપડશે, બીજા દિવસે 02.05 કલાકે રાજકોટ અને 06.15કલાકે જામનગર પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં હાપા, રાજકોટ, ભક્તિનગર, ગોંડલ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લુણીધાર, લાઠી, ધસા, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર ઉભી રહેશે.
ટ્રેન નંબર 09404 ઓખા-ભાવનગર સ્પેશિયલ ઓખા થી તા. 15ના રોજ 23.20 કલાકે ઉપડશે, બીજા દિવસે 04.05 કલાકે રાજકોટ અને 10.45 કલાકે ભાવનગર ટમનસ પહોંચશે. રિટર્ન માં, ભાવનગર-ઓખા સ્પેશિયલ ભાવનગર ટમનસ થી તા. 16ના રોજ 18.45 કલાકે ઉપડશે, બીજા દિવસે 00.30 કલાકે રાજકોટ પહોંચશે અને 07.00 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન બંને દિશા માં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર ગેટ, લીંબડી, રાણપુર, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર ઉભી રહેશે.
ટ્રેન નંબર 09538 વેરાવળ-ભાવનગર સ્પેશિયલ તા. 15ના રોજ વેરાવળથી સવારે 4.00 વાગ્યે ઉપડશે અને સવારે 10.30 વાગ્યે ભાવનગર ટમનસ પહોંચશે.રિટર્નમાં ભાવનગર-વેરાવળ સ્પેશિયલ તા. 15ના રોજ ભાવનગર ટમનસથી 18.00 કલાકે ઉપડશે અને તા. 16ના રોજ 01.20 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં ચોરવાડ રોડ,માળીયા હાટીના,કેશોદ,જૂનાગઢ,જેતલસર,કુંકાવાવ,લુણીધાર, લાઠી,ઢસા,ધોળા,સિહોર અને ભાવનગર પરા સ્ટેશન પર ઉભી રહેશે.
ટ્રેન નંબર 09580 પોરબંદર-ભાવનગર સ્પેશિયલ પોરબંદર થી તા. 18ના રોજ 23.0 કલાકે ઉપડશે, બીજા દિવસે 04.05 કલાકે રાજકોટ પહોંચશે અને 10.30 કલાકે ભાવનગર ટમનસ પહોંચશે. રિટર્નમાં, ભાવનગર-પોરબંદર સ્પેશિયલ ભાવનગર ટમનસ થી તા. 19ના રોજ 18.45 કલાકે ઉપડશે, બીજા દિવસે 00.03 કલાકે રાજકોટ અને 06.50 કલાકે પોરબંદર પહોંચશે. રૂટમાં, આ ટ્રેન બંને દિશામાં જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર ગેટ, લીંબડી, રાણપુર, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર ઉભી રહેશે.