Get The App

વેસુમાંથી ઝડપાયેલું બોગસ કોલ સેન્ટરનું પ્રકરણ: રૂ. 20 હજારના નોર્મલ પેકેજથી લઇ રૂ.. 50 હજારના પ્રિમીયમ પેકેજના નામે નફાની લાલચ અપાતી

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
વેસુમાંથી ઝડપાયેલું બોગસ કોલ સેન્ટરનું પ્રકરણ: રૂ. 20 હજારના નોર્મલ પેકેજથી લઇ રૂ.. 50 હજારના પ્રિમીયમ પેકેજના નામે નફાની લાલચ અપાતી 1 - image




- નુકશાન જાય તો રોકાણની રકમ પરત આપવાનું અને રોકાણકાર વધુ દબાણ કરે તો નંબર બ્લોક કરી દેતા હતાઃ વોન્ટેડ બે ભાગીદાર પૈકી એકની જામનગરમાં મેઇન ઓફિસ
- રોકાણકારના નંબર અને ડમી નામે સીમકાર્ડ પ્રોવાઇડ કરતા હતા, નફાની લાલચે જાળમાં ફસાવવા તૈયાર કરેલી અંગ્રેજીમાં સ્પીચ પણ મળી આવી


સુરત
વેસુના સોમેશ્વરા સ્કેવરમાં શેરબજારમાં રોકાણ માટેની ટીપ આપવાના નામે કોલ કરી છેતરપિંડી કરતા કોલ સેન્ટરના ભાગીદારની મેઇન ઓફિસ જામનગરમાં હોવાનું અને રોકાણકારોને રૂ. 20 હજારના નોર્મલ પેકેજથી લઇ રૂ.. 50 હજારના પ્રિમીયમ પેકેજ સુધીની લાલચ આપી જાળમાં ફસાવતા હતા. બીજી તરફ જો નુકશાન જાય તો રોકાણની રકમ પરત આપવાનું અને રોકાણકાર દબાણ કરે તો નંબર બ્લોક કરી દેતા હતા.
વેસુના સોમેશ્વરા સ્કેવરના ત્રીજા માળે સ્ટોક બુલ્સ સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ નામે ફેક સ્ટોક માર્કેટ એડવાઇઝરી એટલે કે નફાની લાલચ આપતી ટીપ આપવાના નામે છેતરપિંડી કરતું કોલ સેન્ટર એસએમસી (સ્ટેટ મોનિટરીંગ સેલ) દ્વારા ઝડપી પાડી લેપટોપ, મોબાઇલ વિગેરે મળી કુલ રૂ. 4.33 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ પ્રકરણમાં કોલ સેન્ટરમાંથી ઝડપાયેલી બે મહિલા સહિતના પાંચ કર્મચારી તથા કોલ સેન્ટરનું હેન્ડલીંગ કરનાર તરૂણની પૂછપરછના આધારે ભાગીદારીમાં કોલ સેન્ટર ચલાવનાર દીપેશ લલીતચંદ્ર ભુત અને તરૂણના મોટા ભાઇ અવેશ ઉર્ફે સમીર અસ્ફાક શેખાનીને વોન્ટેડ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે કોલ વોન્ટેડ બે ભાગીદાર પૈકી દીપેશ ભુતના નામે નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ સિક્યુરીટીઝ માર્કેટનું પ્રમાણપત્ર છે અને તેની મેઇન ઓફિસ જામનગરમાં છે. શેર માર્કેટમાં રોકાણ કરનારના મોબાઇલ નંબર તથા કોલ કરવા માટે ડમી નામે સીમકાર્ડ બંને ભાગીદારો પ્રોવાઇડ કરતા હતા.

વેસુમાંથી ઝડપાયેલું બોગસ કોલ સેન્ટરનું પ્રકરણ: રૂ. 20 હજારના નોર્મલ પેકેજથી લઇ રૂ.. 50 હજારના પ્રિમીયમ પેકેજના નામે નફાની લાલચ અપાતી 2 - image

રોકાણકારોને નફાની લાલચ આપી પોતાની જાળમાં ફસાવવા માટે અંગ્રેજીમાં લખેલી સ્પીચ પણ ઓફિસમાંથી મળી હતી અને રોકાણની લાલચ માટે રૂ. 20 હજારમાં નોર્મલ પેકેજ, રૂ. 40 હજારમાં સ્ટાન્ડર્ડ પેકેજ અને રૂ. 50 હજારમાં પ્રિમીયમ પેકેજની ઓફર કરી એચડીએફસી બેંકના કંરટ એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા. આશ્ચર્યની બાબત એ છે કે રોકાણની ટીપ અંતર્ગત જો નુકશાન જાય તો રોકાણની રકમ પરત આપવાની લાલચ આપતા હતા પરંતુ જો રોકાણ કરનાર વધુ દબાણ કરે તો નંબર બ્લોક કરી દેવામાં આવતો હતો.


Google NewsGoogle News