Get The App

સામાન્ય પ્રવાહમાં હવે 20ની જગ્યાએ 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની જાહેરાત

Updated: Nov 27th, 2021


Google News
Google News
સામાન્ય પ્રવાહમાં હવે 20ની જગ્યાએ 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની જાહેરાત 1 - image


ગાંધીનગર, તા. 27. નવેમ્બર, 2021 શનિવાર

ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરી છે.

આજે પત્રકાર પરિષદમાં જીતુ વાઘાણીએ કહ્યુ હતુ કે, ધો.9 થી 12માં વિદ્યાર્થીઓના હિતને ધ્યાનાં રાખીને સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નોનુ પ્રમાણ વધારીને 30 ટકા કરવામાં આવશે.

અત્યાર સુધી સામાન્ય પ્રવાહમાં હેતુ લક્ષી પ્રશ્નોનુ પ્રમાણ 20 ટકા રહેતુ હતુ અને હવે તે વઘારીને 30 ટકા કરાયુ છે.આમ 100 માર્કના પેપરમાં હવે 30 માર્કના હેતુ લક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે.જ્યારે વર્ણનાત્મક પ્રશ્નો 70 માર્કના પૂછવામાં આવશે.

જીતુ વાઘાણીએ કહ્યુ હતુ કે, સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે તે માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.ઉપરાંત હેતુ લક્ષી પ્રશ્નોનુ પ્રમાણ વધારવાના કારણે  વિદ્યાર્થીઓ તનાવ મુક્ત થઈને પરીક્ષા આપી શકશે.રાજ્યાના 29 લાખ જેટલા વિદ્યાર્થીઓને આ જાહેરાતથી ફાયદો થશે.

Tags :
Jitu-Vaghani

Google News
Google News