Get The App

અડતાળાઃ વેચાણના બહાને કાર લઈ મિત્રએ ગીરવે મુકી રૂા.10 લાખની ઠગાઈ આચરી

Updated: Jan 25th, 2025


Google News
Google News
અડતાળાઃ વેચાણના બહાને કાર લઈ મિત્રએ ગીરવે મુકી રૂા.10 લાખની ઠગાઈ આચરી 1 - image


- સુરત કાર લઈ જવાના બહાને શખ્સે નજીકમાં કાર ગીરવે મુક્યાનું ખુલ્યું 

- કાર કે નાણાં પરત ન મળતાં ચાલકે જીપીએસથી કાર  ટ્રેક કરીઃ ગુંદા ગયા તો ત્રણ લાખમાં કાર ગીરવે મુકી હોવાનું ખુલ્યું : મદદગારી કરનાર 2 સહિત 3 સામે ફરિયાદ 

ભાવનગર : ગઢડાના અડતાળા ગામના કારચાલકને તેના જ ગામમાં જ રહેતાં મિત્રએ કાર વેચવાના નામે કાર લઈ જઈ તેને અન્ય સ્થળોએ ગીરવે મુકી હોવાની જીપીએસ ટ્રેક મારફતે જાણ થતાં ખુલ કારચાલક ચોંકી ઉઠયા હતા. પોતાની કાર પરત લેવા કારચાલકે તપાસ કરતાં તેને કાર ન મળતાં આખરે ગામના જ શખ્સ સહિત ત્રણ સામે રૂા.૧૦.૪૦ લાખની કાર પરત ન આપી ઠગાઈ આચર્યાની તળઆજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

બનાવની વિગત એવી છે કે, બોટાદ જિલ્લાના ગઢડાના અડતાળા ગામે રહેતાં અને ખેતીકામ કરતાં નિર્મળસિંહ ગગજીભાઈ ડાભીએ સુરતમાં રહેતાં તેમના જ મિત્ર અને ગામના જ રહિશ જગદીશ હામાભાઈ માલકીયાને દિવાળી વેકેશન ટાણે મળ્યા ત્યારે પોતાની માલિકીની ફોક્સવેગન કંપનીની સ્કોડા કાર વેચવાની વાત કરી હતી. દરમિયાનમાં ગત તા.૨૦ ઓકટોબર ૨૦૨૪ ના રોજ નિર્મળસિંહે  તેમના ભાઈ સાથે ઘરે બેઠા હતા તે વખતે રાત્રિના સુમારે જગદીશ ઘરે આવ્યો હતો અને કારની કિંમત પુછી રૂા.૧૦.૭૦ લાખમાં કાર વેચાવી દેવાની ખાતરી આપી જીજે.૩૩.એફ.૫૦૬૯ હંકારીને સુરત લઈ ગયો હતો.બાદમાં તે શખ્સે અન્યના એકાઉન્ટથી ઓનલાઈન ૩૦ હજાર ટ્રાન્સફર કરી અન્ય રકમ ઝડપી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ, સતત એક માસ સુધી તેમની કાર કે નાણાં ન મળતાં તેમણે જગદીશને ફોન કરતાં તેનો ફોન સ્વીચઓફ  આવ્યો હતો. જો કે, કારમાં રહેલા જીપીએસ સિસ્ટમ મારફતે કારચાલકેે કારને ટ્રેક કરવાનું શરૂ કરતાં તેમની કાર બરવાળાના ગુંદા ગામનું લોકેશન બતાવતા તેમણે આ સ્થળે તપાસ કરી હતી.તપાસ દરમિયાન  બોટાદ ખાતે રહેતા રામ ઉર્ફે જખરો લક્ષ્મણભાઇ જોગરાણા પાસેથી મંગળુએ રૂા.ત્રણ લાખ લઈને કાર ગિરવે મૂકી હતી.કારચાલક  રામ ઉર્ફે જખરોને મળતાં તેણે પૈસા ન મળે ત્યાં સુધી કા તેની પાસે રહેશે તેમ જણાવતાં કારચાલકને પોતે છેતરાયા હોવાનું ભાન થયું હતું. બનાવને લઈ તેમણેત્ક્ત ત્રણેય શખસ વિરૂદ્ધ ગઢડા પોલીસ સ્ટેશનમાં રૂા.૧૦.૪૦ લાખની છેતરપિંડી સહિતની કલમ અન્વયે ગુન્હો નોંધાવ્યો હતો. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. 

Tags :
Friend-took-a-car-on-the-pretextselling-it-and-pledged-itdefrauding-him-of-Rs-10-lakh

Google News
Google News