રૃા.પ હજારની ઉઘરાણી કરનાર મિત્રને છરીના સાત ઘા ઝીકીં દીધા
જૂની કલેક્ટર ઓફિસ નજીકની ઘટના
આરોપી પૈસા નહીં આપું તેમ કહી ગાળો ભાંડી, છરી વડે તૂટી પડયોઃ પ્ર.નગર પોલીસમાં ફરિયાદ
રાજકોટ : નાણાવટી ચોક આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા વિમલ સતીષ
બાવાજીએ ઉછીના આપેલા પ હજારની ઉઘરાણી
કરનાર મિત્રને છરીના સાત ઘા ઝીંકી દીધા હતા. પ્ર.નગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ
ધરી છે.
માર્કેટીંગ યાર્ડ નજીકના સાગરનગરમાં રહેતો દિપક ઉર્ફે શિવમ
રણજીત અગ્રાવત (ઉ.વ.૧૯) મજુરી કામ કરે છે. તેણે પોલીસને જણાવ્યું કે ગઈકાલે સાંજે
તે જૂની કલેકટર કચેરીની પાછળ નરસંગપરામાં ઉભો હતો ત્યારે મિત્ર વિમલ આવ્યો હતો.
જેને તેણે અગાઉ રૃા.પ હજાર હાથ ઉછીના આપ્યા હતા.
જેથી તેની ઉઘરાણી કરતાં વિમલે બેફામ ગાળો ભાંડી હતી અને
કહ્યું કે હું તને પૈસા નહીં આપું,
બાદમાં અચાનક નેફામાંથી છરી કાઢી તેના શરીર ઉપર સાતેક ઘા આડેધડ ઝીકી દીધા હતા.
ત્યાર પછી વિમલ નાસી ગયો હતો.
તેણે માસીના પુત્રને કોલ કરતાં તે આવી તેને બાઈક પર બેસાડી
સિવીલ લઈ આવ્યો હતો. જયાં જઈ પ્ર.નગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ આગળ ધપાવી છે.