Get The App

હાઇ-વે, બાયપાસ કે સર્કલ વડોદરામાં દરેક જગ્યા પર વારંવાર ટ્રાફિક જામ : વાહન ચાલકો હેરાન

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
હાઇ-વે, બાયપાસ કે સર્કલ વડોદરામાં દરેક જગ્યા પર વારંવાર ટ્રાફિક જામ : વાહન ચાલકો હેરાન 1 - image


Vadodara Traffic Jam : વડોદરા શહેર નજીકની દેણા અને આજવા ચોકડી પાસે વિશ્વામિત્રી બ્રિજ પરથી પસાર થતી ટ્રક વચ્ચોવચ પહોંચતા જ તેની એક્સલ તૂટી જવાથી બંને તરફના વાહન વ્યવહારમાં વિક્ષેપ પડવાના કારણે વારંવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હતા. આ ઉપરાંત શહેરમાં ચારે બાજુએ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારની નવી ડ્રેનેજ કે પછી પાણીની લાઈન નાખવાની કામગીરી અંગે અથવા રીપેરીંગના કારણે ઠેક ઠેકાણે નાના-મોટા ખાડા ખોદી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત લાઈન નાખવા માટે સળંગ રસ્તો પણ ખોદી નાખવામાં આવ્યો છે પરિણામે એરપોર્ટ સર્કલ પાસે વારંવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા કરે છે.

આવી જ રીતે ન્યુ વીઆઇપી રોડ એરપોર્ટ સર્કલથી સરદાર એસ્ટેટ સુધીનો રોડ લાખો રૂપિયાના ખર્ચે નવો બનાવવામાં આવ્યો હતો, પરંતુ પાલિકાના બે વિભાગો વચ્ચે સંકલનના અભાવે ખોડીયાર નગર ચાર રસ્તાથી રસ્તો ખોદીને નવી લાઈન નંખાઈ રહી છે. પરિણામે ખોડીયાર નગરથી એરપોર્ટ સર્કલ સુધીના રસ્તે પણ વાહન વ્યવહાર અને ટ્રાફિકને વારંવાર સર્જાતા વાહનોની લાંબી કથાઓ જોવા મળે છે. આવી જ રીતે અમિત નગર સર્કલ વિસ્તારમાં પણ ચાર રસ્તા ભેગા થાય છે જ્યાં ટ્રાફિક સિગ્નલોની અવગણના કરીને કેટલાક વાહનચાલકો ગેરકાયદે રીતે પોતાની રીતે સિગ્નલો તોડીને જતા હોય છે પરિણામે વાહન વ્યવહાર વારંવાર ખોરંભે પડે છે પરિણામે અમિત નગર ચાર રસ્તા પાસે પણ ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જાય છે.


Google NewsGoogle News