વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી દરમિયાન સુરત પાલિકાના નેચર પાર્કમાં બાળકોને વિના મુલ્યે પ્રવેશ, બાળકોએ વેશભૂષા ધારણ કરી કર્યો અભિનય

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી દરમિયાન સુરત પાલિકાના નેચર પાર્કમાં બાળકોને વિના મુલ્યે પ્રવેશ, બાળકોએ વેશભૂષા ધારણ કરી કર્યો અભિનય 1 - image


Surat : નવી પેઢીને વન્ય જીવ સૃષ્ટિ અંગે વિસ્તૃત માહિતી મળી રહે એ માટે સુરત સહિત સમગ્ર રાજ્યમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વન્ય પ્રાણી સપ્તાહ પ્રાણી સપ્તાહ દરમિયાન પાલિકાના નેચર પાર્કમાં બાળકોને વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સુરત પાલિકા સંચાલિત શાળામાં અભ્યાસ કરતા બાળકોને વન્ય જીવોની માહિતી સાથે પર્યાવરણ અંગે પણ જાગૃતિ આવે તે માટે શાળાના વિદ્યાર્થીઓ આ સપ્તાહ દરમિયાન નેચર પાર્કની મુલાકાત લઈ રહ્યાં છે. સુરત પાલિકાની શાળાના વિદ્યાર્થીઓ પ્રાણીઓની પેશભુષમાં આવીને નેચર પાર્કમાં પ્રાણીઓના પીંજરા ખાતે સ્ટોરી ટેલિંગ કરી અન્ય વિદ્યાર્થીઓ સાથે મુલાકાતીઓને પણ પ્રાણીઓ અંગે માહિતી આપી રહ્યાં છે. 

વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી દરમિયાન સુરત પાલિકાના નેચર પાર્કમાં બાળકોને વિના મુલ્યે પ્રવેશ, બાળકોએ વેશભૂષા ધારણ કરી કર્યો અભિનય 2 - image

સુરત પાલિકાના સરથાણા વિસ્તારમાં તાપી નદી કિનારે 2003માં પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રાણી સંગ્રહાલય (નેચર પાર્ક) ની શરૂઆત કરી હતી. 81 એકરમાં ફેલાયેલા આ નેચર પાર્કમાં વિવિધ પ્રાણી, પક્ષીઓ છે તેને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. હાલમાં ગઈકાલથી વન્ય પ્રાણી સપ્તાહની શરૂઆત સાથે જ સુરત પાલિકાના નેચર પાર્ક દ્વારા વધુમાં વધુ લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય અને એક અઠવાડિયા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસો દરમિયાન પાલિકાના નેચર પાર્કમાં બાળકોને વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 

વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી દરમિયાન સુરત પાલિકાના નેચર પાર્કમાં બાળકોને વિના મુલ્યે પ્રવેશ, બાળકોએ વેશભૂષા ધારણ કરી કર્યો અભિનય 3 - image

સુરત પાલિકા દ્વારા નવી પેઢીને વન્ય જીવ સૃષ્ટિ અંગે વિસ્તૃત માહિતી મળે તે માટે બાળકોને વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે તેમાં પાલિકાની શાળાઓ સૌથી વધુ લાભ ઉઠાવી રહી છે. જોકે, પાલિકાની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસક્રમમાંથી વન્ય પ્રાણીઓની જુદી-જુદી વાર્તાઓ ભેગી કરીને નેચર પાર્કમાં વિવિધ પ્રાણીઓના માસ્ક તૈયાર કરીને આવ્યા હતા. પ્રાણીઓના પીંજરા સામે પ્રાણીઓની સ્ટોરી ટેલિંગ કરી રહ્યાં છે.  વિવિધ સ્ટોરી કરીને પોતાની સાથે આવેલા વિદ્યાર્થીઓ અને અન્ય મુલાકાતીઓને સરળ ભાષામાં પ્રાણીઓ અને પર્યાવરણ અંગે સમજ આપી રહ્યાં છે. 

વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી દરમિયાન સુરત પાલિકાના નેચર પાર્કમાં બાળકોને વિના મુલ્યે પ્રવેશ, બાળકોએ વેશભૂષા ધારણ કરી કર્યો અભિનય 4 - image

આ ઉપરાંત આ સપ્તાહ દરમિયાન પ્રાણી સંગ્રહાલયમાં વન્ય જીવો અંગે લોકોને સરળ ભાષામાં માહિતી મળે અને લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય તે માટે વિવિધ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે તેમાં આજે સાયક્લોથોન અને સ્કેટિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બર્ડ નેસ્ટ મેકીંગ, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા ઉપરાંત  અનેક એક્ટિવિટી કરવામાં આવી રહી છે. પાલિકાના નેચર પાર્કમાં વધુને વધુ બાળકો અને વિદ્યાર્થીઓ મુલાકાત લઈ માહિતી મેળવે તે માટે સ્ટાફ દ્વારા આયોજન થઈ રહ્યું છે. 


Google NewsGoogle News