Get The App

ઓનલાઇન શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું કહીને ઠગોએ બિઝનેસમેન પાસેથી રૂ.62.47 લાખ પડાવ્યા

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
ઓનલાઇન શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું કહીને ઠગોએ બિઝનેસમેન પાસેથી રૂ.62.47 લાખ પડાવ્યા 1 - image


Vadodara Fraud Case : ઓનલાઇન શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરશો તો 600% પ્રોફિટ મળશે તેવી લાલચ આપીને બિઝનેસમેન પાસેથી ઠગોએ રૂ.62.47 લાખ પડાવી લીધા હતા. આમાંથી માત્ર 47 હજાર રૂપિયા જ વિડ્રો કરી આપ્યા હતા જ્યારે બાકીના રૂપિયા ઉપાડવા હોય તો બીજા રૂપિયા ભરવા પડશે તેમ કહ્યું હતું. આમ ઠગોએ રૂ.62 લાખ પરત નહીં આપીને બિઝનેસમેન સાથે ઠગાઈ આચરતા તેઓએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં જેતલપુર રોડ ઉપર આવેલા કાશી વિશ્વેશ્વર ટાઉનશિપમાં રહેતા અજય બાબુભાઈ અગ્રવાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે હાલમાં બંસલ સુપર માર્કેટની ફ્રેંચાઇઝી ચલાવી મારું તથા મારા પરિવારનું ગુજરાન ચલાવું છું.

ગત 18 મે ના રોજ હું મારા ઘરે હતો અને મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ પર સર્ચિંગ કરી રહ્યો હતો. ત્યારે મને એક જાહેરાત દેખાઈ હતી. જેમાં તે લોકો ઈન્વેસ્ટમેન્ટ રિલેટેડ કામ કરતાં હતા. જેમાં 600% રીટર્ન આપવા બાબતેની જાહેરાત હતી. જેથી તે જાહેરાત પર ક્લિક કરતાં તેમાં એક મોબાઈલ નંબર હતો અને તે મોબાઈલ નંબર ઉપર ફોન કરતાં ફોન લાગ્યો ન હતો અને તરત સામેથી તેમનો મને મારા વોટ્સેપ નંબર પર મેસેજ આવ્યો હતો.જે મેસેજ અંગ્રેજીમાં હતો જેમાં એક લિંક હતી. જે વાચતા તેમાં લખેલ હતું ? NILESH LODAYA'S ASSISTANT અને અમે લોકો ને બલ્કમાં શેર ખરીદાવીએ છીએ અને તેમાં તમને સારો એવો પ્રોફિટ મળે છે. જો તમે ઈ-વેસ્ટ કરવા માંગતા હોય તો અમારી મોકલેલ લિંક પર ક્લિક કરો. જેથી મે મેસેજમાં આવેલ લિન્ક પર ક્લિક કરતાં તેમાં એક ઓપ્શન આવેલ હતો. જેમાં ANDROID OR IPHONE જેમાથી મે એક સિલેક્ટ કર્યા બાદ એપ્લીકેશન ખુલી હતી. જેમાં એકાઉન્ટમાં જઈ ઇન્વિટેશન કોડ નાખ્યા બાદ રજીસ્ટ્રેશન થઈ ગયું હતું અને મને એક ગ્રુપમાં એડ કરેલ હતો. જે ગ્રુપમાં 4 એડમીન અને 145 જેટલા મેમ્બર હતા તેમજ ajay agrawal's exclusive guidance group51 હતું જેમાં મારી સાથે 4 મેમ્બર હતા.એપ્લીકેશન ઓપન થયા બાદ મને એક બેન્ક એકાઉન્ટ નંબર આપ્યો હતો. જેમાં 5,000 મે જમા કરાવેલ હતા પરંતુ વોટ્સેપ મેસેજમાં સામાવાળાએ મેસેજ કરી જણાવેલ કે આ કોર્પોરેટ કામ છે તેમાં આટલી નાની એમાઉન્ટ ના ચાલે જો તમારે ઓછા રૂપિયાથી ઈન્વેસ્ટમેન્ટ કરવુ હોય તો તમે બીજી એપ્લિકેશનો કે બીજા કોઈ સાથે ઈન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અમારી સાથે કામ કરવું હોય તો ઓછામાં ઓછા રૂ.1,00,000થી ઈન્વેસ્ટમેન્ટની શરૂઆત કરવી પડશે મને સારો એવો પ્રોફીટ આપવાનું મેસેજમાં જણાવી મને તેઓના અલગ અલગ બેંક એકાઉન્ટ મોકલી શેરમાર્કેટના અલગ અલગ પ્લાન ખરીદવા માટે રૂપીયા ભરવા જણાવ્યુ હતું.જેથી તેમના મેસેજો વાચી અને સારો એવો પ્રોફિટ મળવાની લાલચમાં આવી મે મારા તેમજ મારા કંપનીના 3 એકાઉન્ટમાંથી તેઓના જણાવેલ બેંક ખાતામાં  ટુકડે ટુકડે કરી  રૂ.62.47 લાખ ટ્રાન્સફર કર્યા હતા.  ટ્રેડીંગ એપમાં સારો એવો પ્રોફિટ દેખાતો હતો. સામાવાળાએ રૂ.47 હજાર જેટલી માતબર રકમ પરત કરી હતી અને મારે બીજા રૂપિયા વિડ્રો કરવા જતાં વિડો થતાં ના હતા અને મારા ઈન્વેસ્ટમેન્ટના તેમજ પ્રોફિટના પૈસા વિડો કરવા માટે પૈસાની માંગણી કરતાં તેઓએ મને જણાવેલ કે આવી રીતે પ્રોફીટ કાપીને તમારા ઈન્વેસ્ટ કરેલ રૂપિયા પરત નહી થાય. SEBIના નિયમ મુજબ તમે બીજા રૂપિયા ભરશો તો જ તમારા રૂપિયા તમે વિડ્રો કરી શકશો તેમ જણાવ્યુ હતું. ઠગોએ 62 લાખ  પરત નહીં કરીને મારી સાથે ઠગાઈ કરી હોવાનો અહેસાસ થયો હતો. સાયબર ક્રાઇમ પોલીસે મારી ફરિયાદના આધારે ઠગોની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News