પેટ્રોલ પંપ પરથી લાખોનું ડીઝલ ઉધાર મેળવી ઠગાઈ કરનાર ભેજાબાદની ધરપકડ
Image Source: Freepik
વડોદરા જિલ્લાના ઓમકારપુરાથી આજોડ તરફ જતી બુલેટ ટ્રેનના નિરમા પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટ હોવાનું જણાવીને પેટ્રોલપંપના સંચાલક જોડે લાખો રૂપિયાની છેતરપિંડી કરવાર ભેજાબાજની પોલીસે ધરપકડ કરી છે.
મંજુસર પોલીસ મથકમાં યોગેન્દ્રસિંહ રણજીતસિંહ વાઘેલા (રહે. દુમાડ ગામ, મોટુ ફળિયુ, વડોદરા)એ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે દુમાડ ગામમાં વાઘેશ્વરી પેટ્રોલ-ડિઝલ પંપ ચલાવે છે. પેટ્રોલપંપની ઓફીસમાં વર્કરો તથા હિસાબ કિતાબ માટે મેનેજર તરીરે પૃથ્વીરાજસિંહને રાખવામાં આવ્યા છે. વર્ષ 2021માં દિપ ઇન્ફ્રા રોલવે પ્રા. લિ. ના ડિરેક્ટર કરણસિંહ ચૌહાણ (મુળ રહે. નવી મુંબઇ, ઓફીસ. શેલ્ટન ક્યુબીક બેલાપુરા, નવી મુંબઇ, હાલ રહે. ઓડ ચોકડી, એમ.કે. એવન્યુ, આણંદ) નો સંપર્ક થયો હતો. એલ. એન્ડ ટી. કંપનીમાં વર્ક એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટ મળ્યો છે અને ઓમકારપુરાથી આજોડ તરફ જતી બુલેટ ટ્રેનના નિર્માણ પ્રોજેક્ટમાં કપચી વગેરે જેવી ભારે સામગ્રીના પરિવહન માટે એલ. એન્ડ ટી કંપની દ્વારા ચાલી રહી છે અને ડીઝલની જરૂરિયાત હોવાનું જણાવી કોઇ અધિકારી સાથે વાત કરાવી હતી. બાદમાં ડિસેમ્બર - 2021 માં અલગ અલગ 6 વાહનોમાં મળીને કુલ 16 હજાર લીટર ડિઝલ પેટ્રોલપંપ પરથી પુરાવ્યું હતું. જેની કિંમત રૂ. 14.19 લાખ થાય છે.
આ નાણાં 1-15 તારીખમાં પુરાવીને તેનું બીલ 20 તારીખની અંદર ચુકવી દેવાનું અને 16-31 તારીખમાં ચુકવી દેવાનું રહેશે તેવો કરાર કર્યો હતો. પરંતુ કરાર મુજબ પૈસાની ચુકવણી ન કરતા આખરે ડિઝલ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. ઉપરોક્ત વિગતોની ફરિયાદ મંજુસર પોલીસે નોધી કરણસિંહ ચૌહાણનો કબજો આણદ જેલમાંથી મેળવી રિમાન્ડ મેળવ્યાં હતાં. ભેજાબાજે અનેક પેટ્રોલપંપ પર ઠગાઇ કરી હોવાની વિગતો બહાર આવી છે.