નડિયાદમાં વિધવા સાથે મકાન વેચાણે લેવાના બહાને છેતરપિંડી
- પુત્રના મિત્ર અને તેની પત્ની વિરૂદ્ધ ગુનો દાખલ
- દંપતીએ મકાનની 9.84 લાખની લોન ભરાવ્યા બાદ નાણાં અને મકાન પરત કરવાની ના પાડી
યોગીનગરમાં ૫૨ વષય સાધનાબેન ભટ્ટને વર્ષ ૨૦૧૮માં નાણાંકીય તંગી સર્જાતા પુત્ર મેહુલે પોતાના મિત્ર વિશાલ ત્રિવેદીને લોન માટે વાત કરી હતી. જેથી વિશાલ ત્રિવેદીએ મકાન વેચાણ રાખવાની વાત કરી હતી.
સાધનાબેન અને તેમના પરિવારે તેમનું મકાન ૧૫.૧૧ લાખમાં વિશાલ ત્રિવેદી અને તેની પત્ની ભુમિને વેચાણ આપવાનું નક્કી કર્યું હતું. બાદ વિશાલે આ મકાન માટે બાનાખત કર્યા રઠી ૧૧.૭૭ લાખની લોન લીધી હતી. બાદમાં વિશાલે આપેલો ૧.૪૧ લાખનો ચેક રિટર્ન થયો હતો. તા. ૨૩-૩-૨૦૧૮એ બાકીની ૩.૩૩ લાખની માંગણી કરતા વિશાલે પૈસા ચૂકવી આપવાની ખાતરી આપતા પુત્રનો મિત્ર હોવાથી વિશ્વાસ રાખી વિશાલના પત્ની ભૂમિના નામે મકાન વેચાણનો દસ્તાવેજ કરી આપ્યો હતો. બાદમાં સાધનાબહેને રૂપિયાની માંગણી કરતા દંપતીએ અમારે મકાન ખરીદવું નથી, અમારા ૧૧.૭૭ લાખ પરત આપો, હપ્તા ભરી દો, લોન પૂરી થતા મકાનનો પાછો દસ્તાવેજ કરી આપીશું જણાવ્યું હતું. સાધનાબહેન ૨૦૧૮થી ૨૩ સુધી દર મહિને એટીએમથી વિશાલના ખાતામાં ૧૨ હજાર ભરતા હતા. ૨૦૨૦માં સાધનાબેને ૩ લાખ રૂપિયા પણ લોનમાં ભરવા આપ્યા હતા. સાધનાબહેને ૯-૧૨-૨૪ સુધી ૯.૮૪ લાખ ભરપાઈ કરી આપતા વિશાલે ઘરનો દસ્તાવેજ પાછો કરી આપવાની ના પાડી વિશ્વાસઘાત કર્યો હતો. જાન્યુઆરી-૨૦૨૩માં વિશાલે સાધનાબેન વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગની ફરિયાદ પણ દફ્તરે થઈ છે. ત્યારે દંપતી વિરૂદ્ધ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે.