બોગસ પેઢીનામું બનાવી છેતરપિંડી : બે મહિલા સહિત પાંચ સામે ગુનો

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
બોગસ પેઢીનામું બનાવી છેતરપિંડી : બે મહિલા સહિત પાંચ સામે ગુનો 1 - image


Image Source: Freepik

- વડોદરા નજીક સોખડા અને આસોજ ગામની જમીનમાં હક્ક ડૂબાડી દીધો

વડોદરા, તા. 24 સપ્ટેમ્બર 2023, રવિવાર

વડોદરા નજીક આસોજ તેમજ સોખડા ગામમાં આવેલી જમીનમાં હક ડુબાડવા માટે બોગસ પેઢીનામું કરી છેતરપિંડી કરતા સંબંધીઓ સામે જ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વાપીમાં કચીગામ રોડ પર ગણેશવાડી ખાતે કર્મદીપમાં રહેતા મયુર અતુલ પટેલે મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે વડોદરાના છાણી વિસ્તારમાં રહેતા ભારતીબેન પટેલે મારા દાદીના દાદા ત્રિભુવનભાઈનું ખોટું પેઢીનામુ બનાવી તેમાં મારા દાદી વીમળાબેનનું નામ સીધી લીટીના વારસદાર હોવા છતાં તેમના નામે બોગસ સહી પેઢીનામામાં કરી જમીનમાં હક્ક ડુબાડ્યો હતો આ અંગે મંજુસર પોલીસે પટેલ ભારતી પરસોત્તમભાઈ, પટેલ કોકીલા પરસોત્તમભાઈ, પટેલ પ્રમોદ ચીમનભાઈ, પટેલ રજનીકાંત ચીમનભાઈ અને પટેલ અરુણ ચીમનભાઈ સામે પોલીસ ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. 



Google NewsGoogle News