સુરતનો ચોંકાવનારો કિસ્સો: Gay App પર સંપર્ક કરી યુવાનને બોલાવ્યો, પછી જે થયું તોબા...તોબા...

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
સુરતનો ચોંકાવનારો કિસ્સો: Gay App પર સંપર્ક કરી યુવાનને બોલાવ્યો, પછી જે થયું તોબા...તોબા... 1 - image

Representative Image



Fraud Through Gay App : સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય શ્રમજીવી પરિણીત યુવાનનો ગે એપ (Gay App) મારફતે સંપર્ક કરી મળવા બોલાવી બાદમાં તેને ધમકાવી ચાર યુવાનોએ રૂ.17,110 બળજબરીથી ટ્રાન્સફર કર્યા હતા. ભોગ બનેલા યુવાને આ અંગે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મૂળ અમરેલીના બે લબરમુછીયા રત્નકલાકારની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને છેલ્લા ચાર મહિનાથી પત્ની સાથે સુરતના વરાછા વિસ્તારમાં રહેતો 26 વર્ષીય સલીમ ( નામ બદલ્યું છે ) વરાછા વિસ્તારમાં જ એમ્બ્રોઈડરીના કારખાનામાં નોકરી કરે છે. દસ દિવસ પહેલા સલીમે ગે એપ ડાઉનલોડ કરી હતી અને તેમાં મિત્રો સાથે ચેટીંગ કરતો હતો. પાંચેક દિવસથી તે જેની સાથે સતત વાત કરતો હતો તે હિતેશે તેને ગત શુક્રવારે પોતાનો મોબાઈલ નંબર આપી ફોન કરવા કહેતા સલીમે તેને રાત્રે બે વાગ્યે ફોન કર્યો તો હિતેશે મળવા બોલાવ્યો હતો.

ઓનલાઇન ગેમમાં 64 લાખ હારી ગયેલા પૂર્વ મંત્રીના ભાણેજને ધમકી, 'રૂપિયા નહીં આપો તો જાનથી મારી નાખીશ'

જોકે, સલીમ તે સમયે નોકરી ઉપર હોય તે ગયો નહોતો. સવારે હિતેશે ફરી ફોન કરી મળવાનો આગ્રહ કરતા સલીમ સવારે 10.30 વાગ્યે તેને મળવા વરાછા મારુતીચોક ગોપાલ શૂઝ પાસે પહોંચ્યો હતો. ત્યાંથી હિતેશ તેને ઘનશ્યામનગર શેરી નં.23 ઘર નં.342 ના ચોથા માળે લઈ ગયો હતો. ત્યાં બંને બેઠા તે સાથે જ રૂમમાં ત્રણ યુવાનો ધસી આવ્યા હતા અને સલીમને અહીંયા કેમ આવ્યો છે? શું કરો છો કહી ધમકાવીને પાકીટ માંગ્યું હતું. 

સલીમ પાસે પાકીટ ન હોય એકબીજાની વચ્ચેની વાતચીત દરમિયાન એકબીજાના નામ બોલતા હતા તેમાંથી કનુએ સલીમનો મોબાઈલ ફોન બળજબરીથી લઈને નીતિનને આપ્યો હતો. નીતિને સલીમ પાસે મોબાઈલ ફોનનો પાસવર્ડ લઈ તેમાંથી ગઈ એપ ડીલીટ કરી હતી.ત્યાર બાદ ગૂગલ પે નો પાસવર્ડ માંગી બહાર ગયા બાદ થોડીવાર પછી આવી ફોન સ્વીચ ઓફ કરી આપ્યો હતો. ચારેયે ધમકી આપી હતી કે કોઈને કહીશ તો તને જીવતો નહીં છોડીશું.

રીલ બનાવીને ફેમસ થઈ અને એના જ ચક્કરમાં મોત, 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર

બાદમાં ચારેય ત્યાંથી ચાલ્યા ગયા હતા. ગભરાયેલા સલીમે ઘરે જઈ ફોન ચાલુ કરી જોયું તો ગૂગલ પે એપ ડીલીટ કરી નાખી હતી.તેણે ગૂગલ પે એપ ફરી ડાઉનલોડ કરી ચેક કરતા તેના ખાતામાંથી રૂ.110 ખેરલા હિતેશકુમાર ભુપતભાઈના નામે અને રૂ.17 હજાર ઈન્સ્ટન્ટ મુદ્રા ટેક્નોલોજીસ પ્રા.લી ના નામે ટ્રાન્સફર થયા હતા. સમગ્ર બનાવ અંગે સલીમે પત્ની અને તેના કારખાનાના માલિકને વાત કરી પોતાની રીતે તપાસ કરતા ચારેયની ઓળખ હિતેશ બારૈયા, નીતિન બારૈયા, કનુ બારૈયા અને વનરાજ ઉર્ફે વીકે ખસીયા તરીકે થઈ હતી. 

સલીમે ગતરોજ ચારેય વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રત્ન કલાકાર તરીકે કામ કરતા લબરમુછીયા હિતેશ સામતભાઇ બારૈયા ( ઉ.વ.20, રહે.ઘર.નં.187, ત્રીજા માળે, ભરતનગર, મારૂતીચોક પાસે, વરછા, સુરત. મુળ રહે.જામકા, તા.ખાંભા, જી.અમરેલી ) અને નિતીન જેરામભાઇ બારૈયા ( ઉ.વ.21, રહે.ધર નં.60, ગ્રાઉન્ડ ફ્લોર, પરીમલ સોસાયટી, વરાછા, સુરત. મુળ રહે.જામકા, તા.ખાંભા, જી.અમરેલી ) ની ધરપકડ કરી હતી. વધુ તપાસ પીએસઆઈ વી.ડી.માળી કરી રહ્યા છે.


Google NewsGoogle News