વડોદરાના જોઇન્ટ પોલીસ કમિશનર,જેલ સુપ્રિટેન્ડન્ટ અને નાયબ પોલીસ કમિશનર બદલાયા
વડોદરાઃ રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીઓના હુકમો થતાં વડોદરામાં પણ ત્રણ અધિકારીઓ બદલાયા છે.
વડોદરા શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામાને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના આઇજીપી તરીકે મુકવામાં આવ્યા છે.જ્યારે,ડીસીપી ઝોન-૩ ડો.લીના પાટીલને વડોદરા શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર બઢતી મળી છે.
આવી જ રીતે વડોદરા સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડન્ટ નિધિ ઠાકુરને અમદાવાદ જેલના સુપ્રિટેન્ડન્ટ તરીકે અને સાબરકાંઠા ખાતે એસઆરપી ગુ્રપ-૬ ના કમાન્ડન્ટ ઉષા રાડાને વડોદરા જેલના સુપ્રિ.તરીકે મુકાયા છે.તો વલસાડ એસઆરપી ગુ્રપ-૧૪ના કમાન્ડન્ટ અભિષેક ગુપ્તાને ડીસીપી ઝોન-૩ તરીકે મુકવામાં આવ્યા છે.