Get The App

વડોદરાના 4 પોલીસ કર્મીઓની જિલ્લા બહાર બદલી,વારસીયાના પીએસઓને હેડક્વાર્ટરમાં મૂક્યા

Updated: Mar 12th, 2025


Google News
Google News
વડોદરાના 4 પોલીસ કર્મીઓની જિલ્લા બહાર બદલી,વારસીયાના પીએસઓને હેડક્વાર્ટરમાં મૂક્યા 1 - image

વડોદરાઃ વડોદરા શહેરના ચાર પોલીસ કર્મી  આક્ષેપોને કારણે ચર્ચામાં આવ્યા બાદ તેમની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે. જ્યારે,વારસીયા પોલીસ સ્ટેશનમાં ફાળવવામાં આવેલા લેપટોપ પર ક્રિકેટ મેચ જોવાનો ફોટો વાયરલ થતાં પીએસઓ વિપુલની હેડક્વાર્ટરમાં બદલી કરાઇ છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,પ્રતાપનગર હેડક્વાર્ટરમાં ફરજ  બજાવતા એલઆરડી ભાર્ગવદાનની બદલી જૂનાગઢ ખાતે કરવામાં આવી છે.કહે છે કે, ભૂતકાળમાં દારૃ ભરેલા વાહનમાંથી તેમનું આઇકાર્ડ મળ્યું હતું.જ્યારે,પોકો પંકજની હેડ ક્વાર્ટરમાંથી બોટાદ અને છાણીના હેકો વિશાલ નાગજીભાઇની બદલી ભૂજ કરવામાં આવી છે.

જ્યારે,હેડક્વાર્ટરના પોકો રણજિતસિંહ ની બદલી પોરબંદર કરવામાં આવી છે. કહેવાય છે કે અગાઉ જુગારના એક કેસમાં બુટલેગરના ભાઇને છોડી દેવામાં તેમનું નામ ચર્ચામાં હતું.

Tags :
vadodaracrimefourpolicemantransferotherdistrict

Google News
Google News