Get The App

ચાર બહેનના એકના એક ભાઇ સહિત સુરતમાં ચાર વ્યક્તિનો આપઘાત

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
ચાર બહેનના એકના એક ભાઇ સહિત સુરતમાં ચાર વ્યક્તિનો આપઘાત 1 - image


- મૂળ એમ.પી.ના કાર્તિક કહારે રક્ષાબંધન પૂર્વ જીવન ટુંકાવ્યું : ડીંડોલીમાં મહિલા અને બે યુવાને આપઘાત કર્યો

સુરત,:

સુરતમાં આપધાતના ચાર બનાવમાં ડીંડોલીમાં પત્ની પિયર જતા પતિ તથા કોઇ કારણસર મહિલા, ૩૫ વર્ષીય યુવાન તથા ટેન્શનમાં આધેડ અને પાર્લે પોઇન્ટ ખાતે રક્ષાબંધના આવવાના થાડા દિવસ પહેલા ચાર બહેનના એકના એક યુવાન ભાઇએ આત્મહત્યા કરી મોતને વ્હાલુ કર્યુ હતું.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ડીંડોલીમાં બાબા મેમોરીયલ પાસે યોગેશ્વર નગરમાં રહેતો ૩૫ વર્ષીય વિકેશ એકનાથ ચૌધરી આજે ગુરુવારે સવારે ઘરમાં હુક સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પોલીસ જણાવ્યું કે, વિકેશની પત્ની બે વર્ષ પહેલા પિયર ગઇ હોવાથી તે માનસિક તાણ અનુભવતો હોવાથી આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. તે અગાઉ છુટક મજુરી કામ કરતો હતો. બીજા બનાવમાં ડીંડોલીમાં યોગેશ્વરનગરમાં રહેતા ૩૭ વર્ષીય રંજનાબેન દેવીદાસ દેસલે ગત સાંજે ઘરમાં કોઇ કારણસર ટેન્શનમાં લોખંડના સળિયા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો હતો. જયારે તે મુળ મહારાષ્ટ્રના જલગાંવના વતની હતી. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેના પતિ સંચાખાતામાં કામ કરે છે.

ત્રીજા બનાવમાં ડીંડોલીમાં નવાગામમાં નારાયણનગરમાં રહેતા ૪૮ વર્ષીય વિજય મધુકર પાટીલ બુધવારે રાતે ઘરમાં કોઇ કારણસર છતના એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જયારે વિજયને સંતાનમાં બે પુત્ર વરાછામાં હીરાનું કામ કરે છે. તેની પત્ની ઘર કામ કરે છે. તે અગાઉ છુટક કામ કરતા હતા.

ચોથા બનાવમાં  પાર્લે પોઇન્ટ ખાતે દેવદિપ સોસાયટીમાં રહેતો ૨૧ વર્ષીય કાર્તિક મનોજ કહાર ગત તા.૩૦મી મોડી રાતથી ગત સાંજ દરમિયાન ઘરમાં પંખા સાથે ચાદર બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. જયારે કાર્તિક મુળ મધ્યપ્રદેશનો વતની હતો. તે ચાર બહેનનો એકને એક લાડકવાય ભાઇ હતો. જોકે રક્ષાબંધનના ગણતરીના દિવસ બાકી રહ્યા હતા. તે સમયે તેણે આ  પગલુ ભરતા તેના પરિવારમાં માતમ છવાઇ ગઇ હતી. તે ફાસ્ટ ફુડના ટેમ્પામાં રસોઇ બનાવતો હતો.


Google NewsGoogle News