શહેરના વિવિધ સ્થળેથી ચોરી કરેલા મોબાઈલ સાથે ચાર શખ્સ ઝડપાયા
- ચાર મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો
ભાવનગર : ભાવનગરમાંથી ચોરી કરેલા મોબાઈલ સાથે ચાર શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચાર મોબાઈલ મળી રૂ.૨૮ હજારનો મુદ્દામાલ કબજે લીધો
આ બનાવની પ્રાપ્ત થતી વિગત અનુસાર ભાવનગર પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન અલગ અલગ સ્થળેથી નીલરાજ ઉર્ફે એન.કે. કનુભાઇ વાઘેલા (ઉ.વ.૨૪ રહે.ફલેટ નં.૪૦૧, શારદા ફલેટ, સ્વપ્ન સાકાર સોસાયટી, આખલોલ જકાતનાકા પાસે, ભાવનગર ),આશિષ ભરતભાઇ સાટીયા (ઉ.વ.૨૨ રહે.દરબારી ગૌશાળા, કાળીયાબીડ, ભાવનગર ),ઇલ્યાસ ઉર્ફે ઇલુ યુનુસભાઇ ગોરી ( ઉ.વ.૩૪ રહે.રૂમ નં.૩૨૦ પાછળ, ગુ.હા.બોર્ડ, કુંભારવાડા, ભાવનગર) તથા દર્શન ભનુભાઇ નૈયા ( ઉ.વ.૩૪ રહે.પ્લોટ નં.૨૦૬,મીરાંનગર, ચિત્રા-સીદસર રોડ,ભાવનગર )ને ચાર મોબાઈલ મળી કુલ રૂ.૨૮,૪૯૯ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.આમ ભાવનગરના નિલમબાગ, ઘોઘા રોડ તથા બોરતળાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોબાઇલ ચોરીના ભેદ ઉકેલાયા હતા.પકડાયેલ ચારેય શખ્સને અલગ અલગ પોલીસ મથકમા સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.