રાજકોટથી યુવાન, તેના બનેવી અને મિત્ર સહિત કુલ ચારનાં અપહરણ
પૈસાની લેતી દેતીનો વિવાદ કારણભૂત
આરોપીઓએ સાળા-બનેવીના હાથ-પગ ભાંગી નાખ્યા, આજી ડેમ પોલીસમાં ટંકારાના જબલપુરના શખ્સ સહિત ચાર સામે ગુનો
રણુજા મંદિર પાછળ કૈલાસપાર્ક શેરી નં. ૪માં રહેતો ગૌતમ મનુભાઈ વ્યાસ (ઉ.વ.૨૯)
પલ્મબીંગ કામ કરે છે. તેણે પોલીસને જણાવ્યું કે દોઢેક વર્ષ પહેલા તેણે ટંકારાના
જબલપુર ગામે રહેતા બાબુભાઈ વિરાભાઈ ઝાપડાના બંગલાનું પલ્મબીંગ કામ રાખ્યું હતું.
જ્યારે તેના મિત્ર પ્રશાંતે ફર્નિચરનું કામ રાખ્યું હતું.
ગઇકાલે સવારે ૧૧ વાગ્યાની આસપાસ આજી વસાહત જવાના રસ્તા તરફ
તેની કાર સર્વિસ કરાવતો હતો તેવામાં લાલો અને હકાભાઈ તેની પાસે આવ્યા હતા. આવીને
કહ્યું કે તને બાબુભાઈ ઝાપડા બોલાવે છે. જેથી થોડે દૂર જતાં બાબુભાઈ પોતાની સ્વીફટ
કાર લઇ ઉભા હતા. તેણે કહ્યું કે પ્રશાંતનો હિસાબ કરવો છે એટલે ગાડીમાં બેસી જાય.
પરંતુ તેણે ગાડીમાં બેસવાની ના પાડતાં હકાભાઈ અને લાલાએ
તેને ધક્કો મારી ગાડીમાં બેસાડી દીધો હતો. જ્યારે તેની કાર લાલા અને હકાએ ચલાવી
લીધી હતી. તેને બાબુભાઈની કારમાં બેસાડી રેલનગર લઇ ગયા હતા. તેનો મિત્ર પ્રશાંત પણ
ગાડીમાં હતો. ત્યાર પછી તેના અને પ્રશાંતના ફોનમાંથી કોલ કરી તેના બનેવી વિપુલ
ખીમજીભાઇ પાંભર અને ભગીરથ શાંતિભાઈ વ્યાસને રેલનગર બોલાવ્યા હતા.
તેના બંને બનેવી આવી જતાં તેને તથા વિપુલને બાબુભાઈની સ્વિફટ કારમાં જ્યારે ભગીરથ અને
પ્રશાંતને તેની કારમા ંબેસાડી જબલપુર ગામે રામવાડી પાસે લઇ ગયા હતા. જ્યાં બાબુભાઈ, હકાભાઈ, મેહુલ અને સાહીલ
શાહમદારે પાઇપ કાઢી તેને અને વિપુલભાઈને ઘા ઝીંકવાનું શરૃ કર્યું હતું.જેથી બંનેના
હાથે-પગે લોહી નીકળવા લાગ્યું હતું. આ વખતે ચારેય આરોપીઓ ગાળો ભાંડી જતાં રહ્યા
હતાં. તે પહેલા ભગીરથ અને પ્રશાંતને તેની કારમાંથી નીચે ઉતારી કહ્યું કે બંનેના પગ
ભાંગી નાખ્યા છે, હવે
તેમને દવાખાને લઇ જાઓ.
જેથી તેને અને વિપુલભાઈને ૧૦૮માં ટંકારાની સિવિલ બાદ વધુ
સારવાર માટે રાજકોટની સિવિલમાં લઇ અવાયા હતાં. તેના બંને પગ અને હાથમાં ફ્રેકચર થઇ
ગયું હતું. જ્યારે વિપુલના ડાબા પગમાં અને બંને હાથમાં ફ્રેક્ચર થઇ ગયું હતું.