Get The App

અંકલેશ્વર GIDCમાં મોટી દુર્ઘટના, કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા વખતે બ્લાસ્ટ થતા 4નાં મોત

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
અંકલેશ્વર GIDCમાં મોટી દુર્ઘટના, કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા વખતે બ્લાસ્ટ થતા 4નાં મોત 1 - image


Ankleshwar GIDC: ભરૂચની અંકલેશ્વર GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં ચાર લોકોનાં મોત થયા છે. મળતી માહિતી અનુસાર, ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ચારનાં મોત થયાના અહેવાલ છે.  પોલીસ અને ફેક્ટરી ઈન્સપેક્ટરની ટીમે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. 

અંકલેશ્વર GIDCમાં મોટી દુર્ઘટના, કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા વખતે બ્લાસ્ટ થતા 4નાં મોત 2 - image

પ્રાથમિક માહિતી અનુસાર, અંકલેશ્વર GIDCમાં ડેટોક્સ ઈન્ડિયા નામની કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન જ સ્ટીમ પ્રેશર પાઈપ ફાટી હતી. જેના કારણે નજીમાં કામ કરી રહેલા કર્મચારીઓને ગંભીર ઈજા થતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટના બાદ ફેક્ટરી ઈન્સપેક્ટરની ટીમે પણ સ્થળ પર પહોંચી બ્લાસ્ટના કારણ અંગે તપાસ શરૂ કરી છે. આ દરમિયાન એવા સવાલો ઊઠવા લાગ્યા છે કે અનેકવાર આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે સુરક્ષાના ધોરણોને ધ્યાનમાં કેમ રાખવામાં આવતા નથી. વહીવટીતંત્ર આ મામલે કોઇ કડક કાર્યવાહી કેમ નથી કરતું? કે જેથી કરીને શ્રમિકોના જીવ બચાવી શકાય.

આ પણ વાંચો: CBSE બોર્ડનો પ્લાન, જુદા-જુદા વિષયમાં બે પરીક્ષા પેટર્ન લાગુ કરવા વિચાર, ક્ષમતા પ્રમાણે વિદ્યાર્થીઓને મળશે વિકલ્પ


મનસુખ વસાવાએ ઘટાના અંગે દુ:ખ વ્યક્ત કર્યું

ભરુચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ઘટાના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. GPCBના અધિકારીઓ પણ આ ઘટના માટે દોષિત હોવાનો વસાવાએ આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવા કલેક્ટરને સૂચના આપી છે. તેમણે ડિટોક્સ કંપની અગાઉ પણ બેદરકારી સામે આવી ચૂકી છે. તેમણે GPCBના અધિકારીઓ પણ આ ઘટના માટે દોષિત હોવાનો આરોપ લગાવ્યો છે.


અંકલેશ્વર GIDCમાં મોટી દુર્ઘટના, કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા વખતે બ્લાસ્ટ થતા 4નાં મોત 3 - image


Google NewsGoogle News