Get The App

સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયાર સાથે ચાર શખ્સ ઝડપાયા

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયાર સાથે ચાર શખ્સ ઝડપાયા 1 - image


- ધ્રાંગધ્રા, થાનના એક-એક અને સુરેન્દ્રનગરના બે સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કરતા વધુ ૪ શખ્સો હથિયાર સાથે ઝડપાયા છે. પોલીસે તમામ શખ્સો સામે હથિયારબંધી જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ધ્રાંગધ્રા તાલુકા પોલીસે રાજસીતાપુર પાંચ પીરની દરગાહ નજીકથી છરી સાથે અશ્વિનભાઇ ગોપાલભાઇ ભીલને ઝડપી લીધો હતો. જ્યારે સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસે ચોકી પાસે બાઇકમાં લોખંડના પાઇપ સાથે મેહુલભાઇ જગાભાઇ મેણીયાને ઝડપી લીધો હતો. થાન પોલીસે નવાગામ પોલીસ ચોકી પાસેથી હરદીપભાઇ વલકુભાઇ ખાચરને છરી સાથે ઝડપી લીધો હતો. અને વઢવાણ પોલીસે ગેબનશાપીર સર્કલ પાસે વાહન ચેકિંગ દરમિયાન બાઇકમાં ધારીયુ લઇ પસાર થતાં હીતેશભાઇ નરશીભાઇ પાલીયાને ઝડપી લીધા હતાં.પોલીસે તમામ ૪ શખ્સો વિરૂધ્ધ હથિયારબંધી જાહેરનામા ભંગ અંગેની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.



Google NewsGoogle News