Get The App

પોઇચા-વડોદરારોડ પર ઓવરલોડ ગ્રેવલ ભરેલા ચાર ડમ્પરો ઝડપી પડાયા

રૃા.૧.૭૬ કરોડનો મુદ્દામાલ કબજે કરી એસડીએમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
પોઇચા-વડોદરારોડ પર ઓવરલોડ ગ્રેવલ ભરેલા ચાર ડમ્પરો ઝડપી પડાયા 1 - image

રાજપીપલા તા.૨૫ નાંદોડ તાલુકામાં પોઈચા ખાતે આવેલ રેતીની લીઝમાંથી રાત્રે પણ બેરોકટોક   ગેરકાયદે ખનીજનું વહન થતુ અટકાવવા રાત્રે ચેકિંગમાં નીકળેલા પ્રાંત અધિકારીએ પોઇચા-વડોદરારોડ પર ગ્રેવલ ભરેલા ચાર ડમ્પરોને ઝડપી પાડયા હતાં.

ચાર વાહનોની રોયલ્ટી ચેક કરતાં ઓવરલોડ ગ્રેવલ ભરેલ હોવાની પ્રાથમિક શંકા જતાં ચારેય ડમ્પરોનું વજન કાંટા પોઇચા ખાતે વજન કરાવતા ઓવરલોડેડ જણાઈ આવતા ડમ્પર તથા ગ્રેવલના જથ્થાની કિંમત સહિત કુલ રૃ.૧.૭૬ કરોડનો મુદ્દામાલ સીઝ કરી ભુસ્તરશાી નર્મદા-રાજપીપળા તથા એ.આર.ટી.ઓ.નર્મદા-રાજપીપળાને આગળની  કાર્યવાહી કરવા જણાવેલ છે તથા કાયદેસરની કાર્યવાહીનો હુકમ ન મળે ત્યાં સુધી આ વાહનો નો કબજો પોલીસ ઇન્સપેકટર રાજપીપળાને સોપવામાં આવેલ છે. 

ઉલ્લેખનીય છે કે સાંજે છ વાગ્યાં પછી રોયલ્ટી બનતી નથી તો આ રોયલ્ટી કોને  બનાવી તે તપાસનો વિષય છે. રાત્રે રેતી ખનન કરતા લીઝ ધારકો સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગણી પણ અગાઉ ઉઠી છે.




Google NewsGoogle News