Get The App

સુરતમાં 27 થી 41 વર્ષની વયના વધુ ચારના અચાનક મોત

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
સુરતમાં 27 થી 41 વર્ષની વયના વધુ ચારના અચાનક મોત 1 - image


- મોટા વરાછા, સરથાણા, લિંબાયત અને સારોલીમાં યુવાનોની એકાએક તબિયત બગડયા બાદ દમ તોડયો

સુરત,:

સુરત શહેરમાં ઘણા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યા છે.  તેવા સમયે મોટા વરાછામાં ૨૭ વર્ષીય યુવાન, સરથાણામાં ૩૦ વર્ષીય યુવાન, લિંબાયતમાં ૩૬ વર્ષીય યુવાન અને સારોલીમાં ૪૧ વર્ષીય યુવાનની અચાનક તબિયત બગડતા બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું.

સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મોટા વરાછામાં રિવર પેલેસ ખાતે સાઇડ પર કામ કરતો અને ત્યાં રહેતો ૨૭ વર્ષીય માણેકચંદ માધારામ પ્રજાપતિ આજે મંગળવારે સવારે ઘરમાં અચાનક તબિયત બગાડતા ઢળી પડતા બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ રાજસ્થાનમાં જોધપુરનો વતની હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. તે ફર્નીચરનું કામ કરતો હતો. બીજા બનાવમાં સરથાણામાં યોગીચોક પાસે રહેતો ૩૦ વર્ષીય વિક્રમ કાલુ ભીલવાડ સોમવારે સાંજે પરિવાર સહિતના સાથે ટ્રેકટરમાં સરથાણામાં કોસવાડા રોડ નિલકંઠ મંદિર પાસે બ્લોક લેવા ગયો હતો. ત્યાં તેની અચાનક તબિયત લથડતા બેભાન થઇ જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ દાહોદમાં જાલોદનો વતની હતો. તે છુટક મજુરી કામ કરતો હતો.

ત્રીજા બનાવમાં લિંબાયતમાં નવાનગરમાં રહેતો ૩૬ વર્ષના ઇમરાન સલીમ ખટીક ગત રાતે ઘરમાં અચાનક શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. બાદમાં તે બેભાન થઈ ગયો હતો. જેથી ત્યાં પહોચેલી ૧૦૮ના સ્ટાફે તેને મૃત જાહેર કર્યો હતો. તેનો એક ભાઇ છે. ચોથા બનાવમાં સારોલીમાં કુંભારીયા ખાતે માનવ પેલેસમાં રહેતો ૪૧ વર્ષીય કેતન શંકરભાઇ પટેલ આજે મંગળવારે સવારે ઘરમાં અચાનક તબિયત બગડતા બેભાન થઇ જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તેને સંતાનમાં બે પુત્ર છે. તે પિતાની ભેલની લારી પર મદદરૃપ થયો હતો.


Google NewsGoogle News