Get The App

ગેરકાયદે રેતીની હેરાફેરી કરતા વધુ ચાર ડમ્પર સહિત એક કરોડનો મુદ્દામાલ જપ્ત

Updated: Feb 4th, 2025


Google News
Google News
ગેરકાયદે રેતીની હેરાફેરી કરતા વધુ ચાર ડમ્પર સહિત એક કરોડનો મુદ્દામાલ જપ્ત 1 - image


ભુસ્તર તંત્ર દ્વારા માર્ગો-હાઇવે પર સઘન ચેકિંગ

રોયલ્ટી પાસ વગર ખનીજનું વહન કરતા વાહન સીઝ કરવા ઉપરાંત તેના માલિકો સામે પણ કાર્યવાહી થશે

ગાંધીનગર :  ગાંધીનગરમાં ભુસ્તર તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ શરૃ કરવામાં આવી છે જેમાં હાઇવે ઉપર ચેકીંગ કરીને રોયલ્ટી પાસ વગર અથવા તો ઓવરલોડેડ ખનીજ લઇને બેફામ ફરતા ડમ્પર સામે કાર્યવાહી હાથ ધરવાામાં આવી રહી છે. જે દરમ્યાન છેલ્લા બે દિવસમાં ચાર ડમ્પર સહિત કુલ એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત આ ડમ્પરના માલિકો સામે પણ ગુજરાત મિનરલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવનાર છે.

ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લા ભુસ્તર વિજ્ઞાાન અને ખનિજ ખાતાની ક્ષેત્રીય ટીમ દ્વારા કરવામાં આવતી સતત બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ અન્વયેની કામગીરી દરમ્યાન છેલ્લા બે દિવસમાં કલોલના હાઇવે માર્ગો ઉપર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેના ભાગરૃપે અહીં ગેરકાયદે રેતી વહન કરતા ચાર ડમ્પર પકડવામાં આવ્યા હતા.

જેમની પાસેથી કુલ એક કરોડથી પણ વધુ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ પૈકી એક વાહન પકડવામાં આવ્યુ હતું તેના ડ્રાઇવરની ઉલટ તપાસ કરતા તે વાહનમાં રેતી સાબરકાંઠાના વાઘપુર ખાતેથી ભરવામાં આવી હોવાનું કબુલ્યું હતું. રોયલ્ટી પાસ અને ઓવરલોડેડ ખનીજ સાથે તંત્ર દ્વારા આ તમામ ચારેય વાહનોને જપ્ત કરીને તેમના માલિકો સામે પણ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ,ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવાની તજવીજ હાથ ધરી છે. 

Tags :
GandhinagarIllegal-sand-mining

Google News
Google News