બગસરામાં જૂના ઝઘડામાં ત્રણ યુવાનો પર ૪ શખ્સોનો હુમલો
એકવર્ષ પહેલાના બનાવનો રાગદ્વેષ રાખી મારામારી કરી
ધોકા છરી વડે હુમલો કરી ઈજા કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો
અમરેલી : બગસરામાં એક વર્ષ પહેલા થયેલી માથાકૂટનો દ્વેષ રાખી ત્રણ યુવાનો સાથે ઝઘડો કરી ધોકા છરી સહિતના હથિયારોથી હુમલો કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
બનાવની વધુ વિગત મુજબ બગસરાના હુડકોપરા દાડમાદાદાના મંદિર
નજીકઝઘડો થયો હતો.જેમાં દીપ રમેશભાઈ ઉનાવા નામના ઓગણીસ વર્ષીય યુવાનની સાથે અગાઉના
ઝઘડાનો ખાર રાખી વસીમ ઈકલાબલ શાહમદાર અને અલફાઝ ઈકબાલ શાહમદારે યુવકને ગાળો ભાંડી
માર માર્યો હતો. આ પછી આફતાબ રહીમભાઈ અને અરમાન કાળુભાઈ શાહમદારે આવી આજ યુવાનને
માર માર્યો હતો. વળી અગાઉ એક વર્ષ પહેલાના ઝઘડાનો ખાર રાખીને સુરેશ પર હુમલો કરી
છરી વડે ઈજા કરી હતી તેમજ હર્ષ નામના યુવાનને છરીના છરકાં કર્યા હતા. તેમજ જાનથી
મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવના પગલે બગસરા પોલીસ મથકમાં ત્રણે ય યુવાને
ધોરણસરની ફરિયાદ નોંધી છે.