જામનગરમાં 60 વર્ષના બુઝુર્ગ પર ઘરમાં ઘૂસી આવી ચાર શખ્સોએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ
Jamnagar : જામનગરમાં ખોડીયાર કોલોની નજીક ન્યુ આરામ કોલોની શેરી નંબર 2 માં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા વેજાણંદભાઈ ઉર્ફે હરદાસભાઇ કાનાભાઈ કંડોરીયા નામના 60 વર્ષના બુઝુર્ગ ગઈકાલે સાંજે પોતાના ઘેર બેઠા હતા, જે દરમિયાન તેના ઘરનો દરવાજે ખખડાવ્યો હતો. તેથી તેઓએ દરવાજો ખોલતાં ઘરની બહાર પરબતભાઈ કાનાભાઈ ગોજિયા તેમજ અન્ય એક સફેદ શર્ટવાળો તથા એક કાળા કલરના શર્ટવાળો તેમજ એક રીક્ષાવાળો વગેરે ઉભા હતા.
જેઓએ લાકડાના ધોકા વડે પોતાના ઉપર હુમલો કરી દઈ તમામ શખ્સો રિક્ષામાં બેસીને નાસી છૂટ્યા હતા. આથી તેઓને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.
ત્યાર બાદ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પરબત ગોજીયા સહિત ચારેય શખ્સો સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.