Get The App

જામનગરમાં રંગમતી સોસાયટીમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલી ચાર વયોવૃદ્ધ મહિલાઓ પકડાઈ

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News
જામનગરમાં રંગમતી સોસાયટીમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલી ચાર વયોવૃદ્ધ મહિલાઓ પકડાઈ 1 - image


Jamnagar Gambling Crime : જામનગરમાં ગુલાબનગર નજીક રંગમતી પાર્ક શેરી નંબર ત્રણમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ચાર વયોવૃદ્ધ મહિલાઓને પોલીસે પકડયા છે, અને તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

 જામનગરના સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ગુલાબ નગર નજીક રંગમતી પાર્ક શેરી નંબર-૩ માં દરોડો પાડી ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા મંજુબેન ગુલાબભાઈ વારા (ઉ.વ.63), રંજનબેન રમેશભાઈ ચૌહાણ (ઉ.વ.63), રેખાબેન અશ્વિનભાઈ ચૌહાણ (ઉ.વ.50)તેમજ જેઠીબેન હેમંતભાઈ ચૌહાણ (ઉ.વ.85) ને રંગે હાથ પકડી પાડ્યા હતા.

 તેઓ પાસેથી રૂપિયા 5,140 ની રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે. જ્યારે તમામને નોટિસ આપીને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.


Google NewsGoogle News