Get The App

વડોદરામાં તસ્કરોના નિશાને મંદીરો : પૌરાણિક કાશી વિશ્વનાથ મંદિરની ચાર દાનપેટીઓની ઉઠાંતરી

Updated: Mar 4th, 2025


Google News
Google News
વડોદરામાં તસ્કરોના નિશાને મંદીરો : પૌરાણિક કાશી વિશ્વનાથ મંદિરની ચાર દાનપેટીઓની ઉઠાંતરી 1 - image


Vadodara Temple Theft Case : વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ચોર ટોળકી મંદિરોને નિશાન બનાવી રહી છે. પેલેસ રોડ પર આવેલા પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં પણ ગઈકાલે મોડી રાત્રે ચોર ત્રાટ ક્યા હતા. કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના ગર્ભ ગ્રુહમાં મૂકેલી દાન પેટી તોડી નાખી હતી. તેમજ નજીકમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિર, ગણપતિ મંદિરની તથા હનુમાનજી મંદિરની દાન પેટી તૂટેલી હતી. રાત્રે 11:30 સુધી તો મંદિરમાં ભજન સંધ્યા ચાલતી હતી. સવારે પાંચ વાગ્યે નિત્યક્રમ મુજબ પૂજારી ઉઠ્યા ત્યારે ચોરીની જાણ થઈ હતી. ચોર ટોળકી અંદાજે 65 હજાર રોકડા લઈ ગઈ હોવાનું ફરિયાદ ટ્રસ્ટી ધનંજય પટેલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

Tags :
VadodaraCrimeTemple-Theft-CaseDonation-BoxKashi-Vishwanath-TempleCCTV

Google News
Google News