Get The App

ગુજરાતમાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ-ગુજરાત-સૌરાષ્ટ્રમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ-ગુજરાત-સૌરાષ્ટ્રમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર 1 - image


Heavy Rain Alert in Gujarat : સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ માટે ઍલર્ટ જાહેર કરાયું છે. જેમાં શુક્રવારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ માટે રેડ ઍલર્ટ છે. ગત 24 કલાક દરમિયાન 212 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 178 તાલુકામાં સાડા ચાર ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. 

ગુજરાતમાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ-ગુજરાત-સૌરાષ્ટ્રમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર 2 - image

વિદાયની છેલ્લી ઓવરોમાં તોફાની બેટિંગ 178 તાલુકામાં સાડા ચાર ઇંચ સુધી વરસાદ

ગુરુવારે દિવસ દરમિયાન ભાવનગરના ઘોઘામાં સૌથી વઘુ સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. તાપીના વ્યારામાં સૌથી વધુ 8.5 ઇંચ, સોનગઢ, જૂનાગઢના વિસાવદર અને ભાવનગરના ઘોઘામાં છ-છ ઇંચ, પાલીતાણા, વાપી, વલભીપુરઅને પારડીમાં 4 ઇંચથી વધુ, જ્યારે ભાવનગર, સિહોર અને ઉનામાં પણ ચાર ઇંચ, અને સુત્રાપાડા, સાયલા, કોડીનારમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો હતો. મહુવા, જૂનાગઢના માળિયા હાટીના, વલસાડના ઉમરગામ, અમરેલીના જાફરાબાદમાં પણ બે ઇંચથી વઘુ વરસાદ પડ્યો હતો. 

ગુજરાતમાં હજુ સુધી 128.24 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 128 તાલુકામાં 40 ઇંચથી વઘુ, 105 તાલુકામાં 20થી 40 ઇંચ, 18 તાલુકમાં 10થી 20 ઇંચ વરસાદ નોંધાયો છે. કચ્છમાં 183.32 ટકા, દક્ષિણ ગુજરાતમાં 133.54 ટકા, સૌરાષ્ટ્રમાં 131.59 ટકા, પૂર્વ મઘ્ય ગુજરાતમાં 126.04 ટકા અને ઉત્તર ગુજરાતમાં 109.04 ટકા વરસાદ વરસ્યો છે. 


આગામી 3 દિવસ ક્યાં રેડ-ઑરેન્જ ઍલર્ટ...

27 સપ્ટેમ્બર : વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઑરેન્જ ઍલર્ટ.

28 સપ્ટેમ્બર : વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ ઍલર્ટ. ડાંગ, નવસારી, ભાવનગરમાં ઑરેન્જ ઍલર્ટ.

29 સપ્ટેમ્બર : સુરત, ડાંગ, નવસારી, તાપી, ભાવનગરમાં ઑરેન્જ ઍલર્ટ. 


Google NewsGoogle News