વડોદરામાં વિદેશી દારૂનો જથ્થો રીક્ષામાં લઈ જતા ચાર ઝડપાયા : ત્રણ વોન્ટેડ
Vadodara Liquor Case : વિદેશી દારૂનો જથ્થો ભરીને મકરપુરા એસટી ડેપોની પાછળ આવેલી નારાયણ નગરમાં આવેલી ઓટોરિક્ષામાં સવાર છ આરોપીની ધરપકડ મકરપુરા પોલીસે કરી રૂ.35420ની 188 બોટલ અને રીક્ષા સહિત કુલ રૂ.1,85,420નો મુદ્દામાલ કબજે કરીને ચાર આરોપીની ધરપકડ કરી અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે, જુગારના કેસ શોધવા મકરપુરા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી ત્યારે બાટલી મળી હતી કે દેશી બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈને હરિઓમ સિંહ રાજપુત મકરપુરા ડેપોની પાછળ નારાયણ નગર પાસે ઓટો રિક્ષામાં આવવાનો હોવાની બાટલી મળી હતી.
જેથી પોલીસ પેટ્રોલિંગમાં ગોઠવાય હતી અને બાટલીવાળી આવેલી રીક્ષા જણાવતા પોલીસે રોકીને તપાસ કરી હતી. રિક્ષામાં રૂપિયા 35420નો 188 બોટલ દેશી બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે રિક્ષામાં સવારે તેનું નામ જીતેન્દ્ર જીતુ કાલિદાસ પાટણવાડીયા (રહે. બ્રાહ્મણ ફળિયુ મકરપુરા ગામ), ધર્મેશ ઉર્ફે દ્વારકેશ કાળુભાઈ પટેલ રહે પાર્વતી નગર, ડેપો પાછળ), કલ્પેશ ઠાકોર (રહે. નારાયણ નગર મકરપુરા ડેપોની પાછળની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. જ્યારે દારૂ મંગાવનાર અંકિત ખટીક તથા તેના સાગરીતો કલ્પેશ ઠાકોર અને જતીન સહિત ત્રણેને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે વિદેશી દારૂનો જથ્થો મોબાઈલ ફોન ઓટો રીક્ષા સહિત અન્ય મળીને કુલ રૂપિયા 1,85,420 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.