માણસા બીએસએનએલ કચેરીના ધાબા પર જુગાર રમતા ચાર ઝડપાયા
એક જુગારી ભાગવા જતા નીચે પટકાતા ઇજાગ્રસ્ત
માણસા : માણસા શહેરના કપુરી વિસ્તારમાં આવેલ બીએસએનએલ કચેરીના જર્જરિત બિલ્ડિંગના ધાબા પર કેટલાક જુગારી ગઈકાલે સાંજે જુગાર રમી રહ્યા હતા જે બાબતની બાતમી આધારે માણસા પોલીસે આ જગ્યા પર જઈ રેડ કરી અહીં જુગાર રમી રહેલા ચાર ઈસમો અને ઝડપ્યા હતા તો એક જુગારી ધાબા પરથી નીચે ઉતારવા માટે લીમડાના ઝાડ પર ચડી ગયો હતો જે નીચે પટકાતા તેને ઇજાઓ પહોંચી હતી જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઝડપાયેલા ચારેય ઇસમો વિરુદ્ધ ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માણસા પોલીસને પાકી બાતમી મળી હતી કે શહેરમાં આવેલ કપુરી
વિસ્તારના બીએસએનએલના જર્જરીત બિલ્ડીંગ ના ધાબા પર ત્રીજા માળે કેટલાક જુગારી
પોતાના અંગત આથક લાભ સારું પાના પત્તાનો જુગાર રમી રહ્યા છે જે બાતમી આધારે પોલીસે
આ સ્થળે જઈ ધાબા પર જઈ જોતા અહીં પાંચ ઈસમો જુગાર રમી રહ્યા હતા જેમને કોર્ડન કરી
ઝડપે તે પહેલા તેમાંથી એક જુગારી દોડીને ધાબાની બાજુમાં આવેલ લીમડાના ઝાડ ઉપર ચડી
ગયો હતો જે નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયો હતો જ્યારે બાકીના ચારે જુગારીને ઝડપી
તેમનું નામ પૂછતા તેમણે પોતાના નામ મહેશભાઈ ગાભાભાઇ દંતાણી,વિજયભાઈ ધર્મદાસ
દંતાણી, શૈલેષભાઈ
ગણપતભાઈ દંતાણી,રાજેન્દ્રભાઈ
સુરેશભાઈ દંતાણી તમામ રહે.કપુરી ચોક માણસા હોવાનું જણાવ્યુ હતું જેથી પોલીસે
તમામની અંગ જડતી કરતા તેમની પાસેથી ૨૧૧૦ રૃપિયા રોકડા તેમજ દાવ પર મુકેલ ૨૬૦
રૃપિયા મળી કુલ ૨,૩૭૦
રૃપિયા નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર
કાર્યવાહી હાથ ધરી છે.