Get The App

પંચમહાલમાં મમરાની ગુણોની આડમાં દારૂની હેરાફેરી, 29 લાખના દારુ સાથે ચાર ઝડપાયા

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
Panchmahal


Liquor Smuggling in Panchmahal : ગુજરાતમાં ખાલી નામની જ દારુબંધી હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં ઠેર-ઠેર ખુલ્લેઆમ દારુનું વેચાણ થતું હોવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. હવે પંચમહાલમાં એક અલગ જ પ્રકારની દારુની હેરાફેરીની ઘટના સામે આવી છે. પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોરવાહડફના સંતરોડ ઓવરબ્રિજ પાસેથી ચાર શખસની ધરપકડ કરી છે. આ લોકો મમરાની ગુણોની આડમાં દારૂની હેરાફેરી કરતા હતા. તેઓ પાસેથી એક ઈન્ડિકા વિસ્ટા કાર પણ જપ્ત કરાઈ છે. આમ, પોલીસે કુલ 29.19 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પંચમહાલમાં મમરાની ગુણોની આડમાં દારૂની હેરાફેરી, 29 લાખના દારુ સાથે ચાર ઝડપાયા 2 - image

મમરાની ગુણોમાં દારુની હેરાફેરી 

મળતી માહિતી પ્રમાણે, આઈસર ટેમ્પો સંતરોડ ઓવરબ્રિજના બમ્પ પાસે ખરાબ થઈ હતી. તેથી તેનું પાયલોટિંગ કરનારી ઈન્ડિકા વિસ્ટા કારનો ચાલક ક્રેનની શોધખોળ કરી રહ્યો હતો. આ અંગે પોલીસને બાતમી મળી હતી. ત્યાર પછી પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે મોટી સંખ્યામાં વિદેશી દારુની હેરાફેરી કરનારા શખસોને ઝડપી પાડ્યા હતા. પોલીસ સમગ્ર મામલે પૂછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો ઈન્દોરથી વડોદરા ગોલ્ડન ચોકડી નજીક પહોંચાડવાની વાતનો ખુલાસો કર્યો હતો. 

આ પણ વાંચો : ગુજરાતમાં 24 કલાકમાં 5 લોકોની હત્યા, કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતા લોકોમાં રોષ

સમગ્ર ઘટનામાં પોલીસે આઈસર ટેમ્પો સાથે પાયલોટિંગ કરનાર ઈન્ડિકા વિસ્ટા કાર અને વિદેશી દારૂ સહિત કુલ 39.19 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત કુલ છ શખસ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

Panchmahal

Google NewsGoogle News